ફિલ્મી દુનિયા

પાર્ટીઓમાં ખુબ એન્જોય કરતી હતી સારા અલી ખાન, ડ્રગ્સ કનેક્શનમાં નામ આવ્યું તો વાયરલ થઈ પહેલાની જૂની તસ્વીર

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં લગાતાર અવનવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. એવામાં સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા પછી બોલીવુડના ઘણા દિગ્ગ્જ નામ સામે આવ્યા છે. જેમાં પટૌડીના નવાબ સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન અને રકૂલ પ્રીત સિંહ સહિત અન્ય પણ ઘણા નામ શામેલ છે.

Image Source

આ વચ્ચે સારા અલી ખાનની એક પહેલાની જૂની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં તે પોતાના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી રહી છે. સારા પાર્ટીઓ કરવાની ખુબ જ શોખીન છે અને તેને અવાર નવાર પાર્ટીઓ કરતી જોવામાં પણ આવી છે.

Image Source

અહીં સામે આવેલી તસ્વીરોમાં સારા અલી ખાન હાથમાં ડ્રિન્કનો ગ્લાસ પકડીને જોવા મળી રહી છે, સારા અલી ખાન સાથે અન્ય મિત્રો પણ છે. જણાવી દઈએ કે આ પાર્ટી અમિતાભજીની ભાણી નવ્યા નવેલી નંદાના જન્મદિવસની છે.

Image Source

વર્ષ 2017 માં સારા અલી ખાનની તસ્વીર વાયરલ થઇ હતી જેમાં તે પૂર્વ કેન્દ્રીય મંત્રી સુશીલ કુમાર શિંદેના પૌત્ર વીર પહાડીયા સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. રિપોર્ટના આધારે ફિલ્મ ડેબ્યુ કરતા પહેલા સારા વીર પહાડીયાને ડેટ કરી રહી હતી.

Image Source

રિયા ચક્રવર્તીએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ફિલ્મ કેદારનાથની શૂટિંગ સમયે સારા અને સુશાંત ભારે માત્રામાં ડ્રગ્સ લેતા હતા. ફિલ્મની શૂટિંગ હિમાલયની નજીક થઇ રહી હતી માટે ત્યાં ડ્રગ્સની સપ્લાઈ પણ સરળ હતી. ડ્રગ્સને લીધે તે સમયે સારા અને સુશાંતનું વજન પણ ખુબ વધી ગયું હતું.

Image Source

અમુક સમય પહેલા સારા અલી ખાનનો એક વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં સુશાંતના ફાર્મહાઉસ પર સારા અને સુશાંત બંન્ને સ્મોકિંગ કરતા જોવા મળ્યા હતા.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.