વાહ વિદેશમાં મિત્રો સાથે વેકેશન મનાવી રહી છે સારા અલી ખાન, જુઓ મજા આવે એવી 10 વાયરલ તસ્વીરો

0
1

સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાને ગયા વર્ષે ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું, એની સાથે જ તેની પોતાની અદાકારીથી દરેકને પોતાના ચાહક બનાવી દીધા. એ પછી તે ફિલ્મ સિમ્બામાં પણ જોવા મળી હતી. જે પણ હિટ રહી હતી. એ પછીથી કોઈને કોઈ કારણોસર તે ચર્ચાઓમાં રહે છે.

હાલમાં તેની પાસે ઘણી બધી ફિલ્મો છે. હાલમાં સારા અલી ખાન અભિનેતા વરુણ ધવન સાથે ફિલ્મ ફૂલી નં 1ની શૂટિંગમાં વ્યસ્ત હતી, તેમ છતાં પોતાની વ્યસ્તતા વચ્ચે પણ તે પોતાના માટે સમય કાઢીને શ્રીલંકા ફરવા ગઈ છે.

Sara Ali Khan Insta Story

હાલમાં જ સારા અલી ખાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાના આ શ્રીલંકાના ટૂરની કેટલીક સુંદર તસ્વીરો શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

Image Source

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી તસ્વીરોમાં સારા દરેક વસ્તુને એન્જોય કરતી જોવા મળે છે. આ ટૂરનો જ એક વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં સારા ખૂબ જ ક્યૂટ અંદાજમાં પપૈયું ખાતી દેખાઈ રહી છે.

Image Source

તેના ચાહકોને પણ તેનો આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ તસ્વીરમાં સારાએ નિયોન રંગનું જેકેટ અને ગ્રે રંગનું શોર્ટ્સ પહેર્યું હતું. આ તસ્વીરમાં સારાએ જરા પણ મેકઅપ કર્યો નથી.

આ સિવાય એક બીજો વિડીયો પણ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં સારા સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. આ વિડીયો પર તેના ચાહકો ખૂબ જ રિએક્ટ કરી રહયા છે. સારાની આ તસ્વીરમાં દ્રશ્ય પણ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. પાછળ મેદાન અને મેદાનની પાછળ સમુદ્ર પણ જોવા મળી રહ્યું છે.

હાલમાં જ સારાએ એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તે હેટ અને શોર્ટ્સ સાથે નિયોન રંગના ટોપમાં દેખાઈ રહી છે અને તે નારિયેળ પાણી પી રહી છે. સારા અલી ખાન હાલમાં કાર્તિક આર્યન સાથેના બ્રેકઅપને કારણે ચર્ચામાં છે.

તેને થોડા સમય પહેલા જ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ આજ કલનું શૂટિંગ ખતમ કર્યું છે. આ ફિલ્મમાં તે કાર્તિક આર્યન સાથે જોવા મળશે. સારા અલી ખાનની આ તસ્વીરો દરેકને ટ્રાવેલિંગ ગોલ્સ આપી રહી છે.

ક્યૂટ દેખાતી સારા શ્રીલંકામાં ખૂબ જ આનંદ માણી રહી છે. સારાએ પોતાની સ્ટોરીમાં એક તસ્વીર શેર કરી હતી, જેમાં તે સમુદ્ર કિનારે બે મોટા પથ્થરો પર ચઢવાની કોશિશ કરી રહી છે.

 

View this post on Instagram