ફિલ્મ કેદારનાથ દ્વારા ડેબ્યુ કરનારી અભિનેતા સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાને ખુબ જ ઓછા સમયમાં દર્શકોનું દિલ જીતી લીધું છે. ફિલ્મોના સિવાય સારા પોતાની ક્યૂટ અદાઓ અને અવનવી ફેશન સ્ટાઇલને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે.
સોશિયલ મીડિયા પર સક્રિય રહેનારી સારા પોતાની ફિટનેસ પર પણ ખુબ જ ધ્યાન આપે છે અને અવાર-નવાર તે વર્કઆઉટ કરતી તસ્વીરો કે વિડીયો શેર કરતી રહે છે. ચાહકો સારાના દરેક અવતારને ખુબ જ પસંદ કરે છે.
એવામાં તાજેતરમાં જ સારા બ્લેક ક્રોપ ટોપ અને ડેનિમ શોર્ટ પહેરેલી કેમેરામાં કૈદ થઇ ગઈ હતી. આ આઉટફિટમાં સારા ખુબ જ લાજવાબ લાગી રહી હતી પણ અમુકની નજરોમાં તે ટ્રોલ થઇ ગઈ.
સારા આ આઉટફિટમાં મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા એક સલૂનની બહાર સ્પોટ થઇ હતી. મીડિયાને જોતા જ સારાએ હંમેશાની જેમ પોઝ પણ આપ્યા હતા. સારાએ સલૂનમાં હેર કટ કરાવ્યા હતા, જે ઉપરથી સ્ટ્રેટ અને નીચેથી વેવ સ્ટાઈલમાં હતા. આ હેર સ્ટાઇલ સારા પર એકદમ પરફેક્ટ લાગી રહી હતી.
આ સિવાય સારાએ ચશ્મા અને વ્હાઇટ માસ્ક પહેરી રાખ્યું હતું અને પગમાં વ્હાઇટ શૂઝ પહેર્યા હતા. દર્શકોને સારાનો આ લુક ખુબ જ ક્યૂટ લાગ્યો હતો જ્યારે અમુક લોકોએ તેને નાપસંદ કર્યો હતો અને તેની આલોચના કરી હતી.
એક યુઝરે કમેન્ટ કરતા સારાને,”શોર્ટ થોડું નીચે કરાવી લે” જેવી સલાહ આપી દીધી હતી. જ્યારે એક યુઝરે ‘સલવાર સૂટનો ડ્રામાં ખમત’ જેવી વાત કહી દીધી હતી.આ સિવાય અન્ય એક યુઝરે,’નકલી સંસ્કારી’ જેવા શબ્દો પણ કહી દીધા હતા.
કારકિર્દીની વાત કરીયે તો સારા અલી ખાન અક્ષય કુમાર સાથે ફિલ્મ અતરંગી રેમાં જોવા મળશે. ફિલ્મના શૂટિંગ સેટની અમુક તસ્વીરો પણ સામે આવી હતી. છેલ્લી વાર તે વરુન ધવન સાથે ફિલ્મ કૂલી નંબર-1માં જોવા મળી હતી, ફિલ્મ દર્શકોએ કઈ ખાસ પસંદ કરી ન હતી અને ફ્લોપ સાબીત થઇ હતી.