અભિનેતા સૈફ અલી ખાનની દીકરીની લાઈફ સ્ટાઇલ અને તેની સાદગી જોઈને એવું જ લાગે છે કે તે કોઈ બૉલીવુડ સ્ટારની દીકરી નથી અને સામાન્ય લોકોની જેમ છે
View this post on Instagram
Rewrite the rules. In BOLD ✍🎤🛠 🖤🦕🤸🏻♂️#PUMADefy Trailblazer #DoYou @pumaindia
.ક્યારેક તે સામાન્ય છોકરીઓની જેમ રસ્તા પરથી શોપિંગ કરતી નજરે પડે છે તો ક્યારેક એમ જ ફરવા માટે પણ નીકળી પડે છે.એવામાં આગળના દિવસોમાં મુંબઈ એરપોર્ટ પર સારા કંઈક એવા અંદાજમાં જોવા મળી કે ફૈન્સ પણ તેના વખાણ કરવાથી થાકતા નથી.
તાજેતરમાં જ સારા અલી ખાન લખનૌથી પોતાની શૂટિંગ પુરી કરીને મુંબઈ પહોંચી હતી. એરપોર્ટ પર સારા પોતાનો બધો જ સામાન જાતે જ લઈને ગાડી સુધી પહોંચી હતી.
મોટાભાગે દરેક અભિનેતાઓ કે અભિનેત્રીઓની સાથે કોઈને કોઈ તેનો સામાન ઊંચકી રહેલા જોવા મળે જ છે પણ સારાની સાથે આવું ન હતું.
સારાનો આવો અંદાજ ફૈન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.એવું ખુબ જ ભાગ્યે જ જોવા મળતું હોય છે કે કોઈ કલાકાર પોતાનો સામાન જાતે જ ઉઠાવી રહ્યા હોય.એવામાં સારાની આવી તસ્વીરો મીડિયાના કેમેરામાં કૈદ થઇ હતી. આ દરમિયાન સારાના કપડા પણ સામાન્ય જ હતા. તેમણે પીળા રંગનો કુર્તો અને પ્લાઝો પહેરી રાખ્યો હતો.જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. જણાવી દઈએ કે સારાએ કેદારનાથ ફિલ્મ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું જેના પછી તે ફિલ્મ સિમ્બામાં રણવીર સિંહની સાથે નજરમાં આવી હતી.હાલ સારા ફિલ્મ લવ આજકલ-2 ના શૂટિંગમાં વ્યસ્ત છે,ફિલ્મને ઈમ્તિયાઝ અલી બનાવી રહ્યા છે.
સારાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યો છે.લોકો પણ સારાના ખુબ વખાણ કરી રહ્યા છે
અને લખી રહ્યા છે કે સારાને ક્યારેય પણ સ્ટારકિડ જેવો વ્યવહાર કરતા નથી જોઈ, તેને જોઈને એ લાગતું જ નથી કે તે પટૌડી ખાનદાનના નવાબ સૈફ અલી ખાનની દીકરી છે.
એક ફૈન્સે તો લખ્યું કે,”સારા અલી ખાન એકલી જ એવી સ્ટાર કિડ છે, જેને મેં તેનો સામાન સંભાળતા જોઈ છે.સારાએ દેખાડી દીધું છે કે એક સ્ટાર પણ પોતાનું કામ જાતે કરી શકે છે.
View this post on Instagram
First, think. Second, dream. Third, believe. and Finally, dare. -Walt Disney 🧠👀🤩😍🧚♀️
એવામાં ઘણા સ્ટાર્સ એવા પણ છે જેઓ એવું વિચારે છે કે તેઓ સામાન્ય લોકો કરતા થોડા ઉપર છે”.
જ્યારે એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે,’સારા કેટલી સારી છે કે તે પોતાનો સામન જાતે જ લઇ જઈ રહી છે. હંમેશા સારા એક સામાન્ય લોકોની જેમ જ જોવા મળે છે”.
જુઓ સારા અલી ખાનનો વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks