સારાએ ઇદના અવસર પર શેર કરી જેહ સાથે પહેલી તસવીર, ફેન્સ PHOTOS જોઈને ચોંકી ઉઠ્યા
સમગ્ર દેશમાં બુધવારે બકરી ઇદ મનાવવામાં આવી. આ અવસર પર કેટલાક સ્ટાર્સે ચાહકોને બકરી ઇદની શુભકામના પણ આપી હતી. ત્યાં જ બોલિવુડના નવાબ ખાનદાનની દીકરીએ પણ ખાસ અવસરને સેલિબ્રેટ કર્યો. તમને જણાવી દઇએ કે, સારા અલી ખાને સોશિયલ મીડિયા પર ઇદની શુભકામના આપતા એક તસવીર શેર કરી છે, જેમાં તે તેના નાના ભાઇ જેહ સાથે જોવા મળી રહી છે.
સારા અલી ખાને બુધવારે બકરી ઇદ પરિવાર સાથે મનાવી. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પરિવાર સાથેની તસવીર શેર કરી છે. જે ઘણી વાયરલ થઇ રહી છે. ખાસ વાત તો એ છે કે આ તસવીરમાં તે પિતા સૈફ અલી ખાન, ભાઇ ઇબ્રાહિમ, તૈમુર અને છોટે નવાબ જેહ સાથે જોવા મળી રહી છે.
સારાએ જે તસવીર શેેર કરી છે તેમાં તે નાઇટ સુટ પહેરેલી જોવા મળી રહી છે અને તેના ખોળામાં સૈફ અને કરીનાનો નાનો દીકરો અને નવાબ ખાનદાનના છોટે નવાબ જેહ નજર આવી રહ્યા છે. હાલ તો બધે એવી ચર્ચા છે કે, સૈફનો નાનો દીકરો જેહ કેવો લાગે છે. પરંતુ તેનો ચહેરો હજી સામે આવ્યો નથી.
સારા અલી ખાને પણ જે તસવીર શેર કરી છે તેમાં તેણે જેહના ચહેરાને ઇમોજીથી છુપાવીને રાખ્યો છે. તસવીર શેર કરતા અભિનેત્રીએ લખ્યુ કે, ઇદ મુબારક, અલ્લાહ બધાને શાંતિ, ખુશહાલી અને સકારાત્મકતા આપે. આપણા બધાના સારા દિવસોની ઉમ્મીદ છે.
જો કે, આ પહેલી વાર નથી કે જેહની તસવીર સામે આવી હોય. આ પહેલા પણ તેની કેટલીક તસવીર સામે આવી છે, પરંતુ તે તસવીરોમાં આજ સુધી તેનો ચહેરો જોવા મળ્યો નથી. કરીનાએ પણ તેના નાના દીકરા સાથેની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, સારા અલી ખાન છેલ્લે વરુણ ધવન સાથે “કુલી નંબર 1″માં જોવા મળી હતી. તેની અપકમિંગ ફિલ્મ “અતરંગી રે” છે. તેમાં તે ધનુષ, અક્ષય કુમાર સાથે જોવા મળશે. આ ફિલ્મના મેકર આનંદ એલ રાય છે. આ ઉપરાંત સારા અલી ખાનની બીજી એક ફિલ્મ પણ આવવાની છે.