મનોરંજન

સારા અલી ખાન જોઇ રહી છે લગ્નના પ્રપોઝલની રાહ, પોતાને જણાવ્યુ સુશીલ, સંસ્કારી અને ઘરેલુ છોકરી

લગ્ન માટે તૈયાર છે સારા, તમારે કરવા છે? જુઓ મસ્ત ફોટોશૂટ કરાવ્યું

બોલિવૂડ અભિેનેત્રી સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ચાહકો સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ સારાએ બ્રાઇડલ ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો તેણે ચાહકો સાથે શેર કરી છે. બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન તેના લેટેસ્ટ ફોટોશૂટ લઇને ઘણી ચર્ચામાં છે.

સારાએ તેની તસવીરોથી ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધુ છે. તેણે મશબૂર ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનું કલેક્શન કેરી કર્યુ છે. તેણે આ સાથે જ ઘણુ દિલચસ્પ કેપ્શન પણ લખ્યુ છે. અત્યાર સુધી તેની આ તસવીરોને 10 લાખથી વધુ લોકો લાઇક કરી ચૂક્યા છે.

સારાએ મનીષ મલ્હોત્રાનાં નવાં કલેક્શનનો લહેંગો પહેર્યો છે. આ ફોટો શેર કરતાં તેણે લખ્યું છે. ‘આ સુશીલ, ઘરેલુ, સંસ્કારી યુવતી માટે લગ્ન લાયક સંબંધ છે કોઇ?’ સારાએ જે લેટેસ્ટ ફોટોશુટની તસવીર શેર કરી છે તેમાં તે કોઇ બ્રાઇડથી કમ નથી લાગતી.

સારાએ બોલિવૂડમાં તેનાં અભિનય અને ખુબસૂરતીના દમ પર ખૂબ જ ઓછા સમયમાં લાખો લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી ચૂકી છે.

સારા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તસવીરો શેર કરતી રહે છે. તેની તસવીરો આવતાની સાથે જ વાયરલ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

આ પહેલા પણ સારાએ કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તેનો અંદાજ જોવાલાયક છે. સારાની તે તસવીરો પણ ઘણી વાયરલ થઇ હતી. ચાહકોને પણ તેનો આ લુક પસંદ આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

સારાના બોલિવુડ કરિયરની વાત કરીએ તો, તેની ડેબ્યુ ફિલ્મ ‘કેદારનાથ’ હતી જેમાં તેની સાથે બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હતા. સારા અલી ખાન છેલ્લે ફિલ્મ ‘કુલી નંબર-1’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સારા સાથે વરૂણ ધવન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

સારા અલી ખાનની અપકમિંગ ફિલ્મ વિશે વાત કરીએ તો, તે જલ્દી જ ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળશે. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે અક્ષય કુમાર અને ધનુષ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે.