મનોરંજન

આવું ખરાબ કામ કરીને બેઠી હતી સૈફની દીકરી, ગુસ્સામાં આગબબુલા થઈને આ વ્યક્તિએ લીધો હતો ચોંકાવનારો નિર્ણય

નવાબ સૈફ અલી ખાન અને તેની પૂર્વ પત્ની અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને ખુબ ઓછા સમયમાં પ્રસિદ્ધિ મેળવી લીધી છે. કેદારનાથ દ્વારા ડેબ્યુ કરનારી સારાના અભિનયની સાથે સા તેની ક્યુટનેસ દર્શકોને ખુબ પસંદ આવે છે.

અમુક દિવસો પહેલા જ સારાની ફિલ્મ કુલી નંબર-1 રિલીઝ થઇ છે. ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી પણ ફિલ્મમાં સારાના અભિયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી, અને સારા-વરુનની જોડી પણ દર્શકોને ખુબ પસંદ આવી હતી.

Image Source

એવામાં હાલમાં સારાનો સ્કૂલના સમયનો એક કિસ્સો પણ સામે આવ્યો છે, જેનો ખુલાસો સારાએ એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. સારાએ ક્લાસરૂમમાં એવું ખરાબ કામ કર્યું હતું કે તેને લીધે તેને સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે તેમ હતી.

Image Source

સારાએ કહ્યું હતું કે,”મને આજે પણ સ્કૂલનો તે કિસ્સો યાદ છે જ્યારે મેં કલાસના પંખા પર ગુંદર રાખ્યું હતું અને જેવો ટીચરે પંખો ચાલુ કર્યો કે ગુંદર આખા ક્લાસમા ફેલાઈ ગયું હતું. જેને લીધે ટીચર ખુબ ગુસ્સે થયા હતા અને મને પ્રિન્સિપાલ પાસે લઇ જવામાં આવી હતી. હું લગભગ સસ્પેન્ડ થઇ જ ગઈ હતી કેમ કે પ્રિન્સિપાલ મને વારંવાર પૂછી રહ્યા હતા કે મેં આવું કેમ કર્યું અને તેનો મારી પાસે જવાબ ન હતો”.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

સારાએ આગળ કહ્યું કે,”મારા આ ગંદા કામને લીધે શાળામાં હાડકંપ મચી ગયો હતો. જો કે પછી મેં પ્રિન્સિપાલ પાસે માફી પણ માંગી લીધી હતી જેને લીધે હું સસ્પેન્ડ થવાથી બચી ગઈ હતી”.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

સારાએ આગળ કહ્યું કે,”ભલે હું એક સુપરસ્ટાર દીકરી હતી પણ હું શાળામાં સામાન્ય બાળકોની જેમ જ રહેતી હતી. મને ક્યારેય એનો અહેસાસ પણ થયો ન હતો કે હું એક સુપરસ્ટાર અને નવાબની દિકરી છું”.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

કારકિર્દીની વાત કરીએ તો હાલમાં જ સારાની કુલી નંબર-1 ફિલ્મ રિલીઝ થઇ છે. સારા અક્ષય કુમાર સાથે ફિલ્મ અતરંગી રે માં જોવા મળશે. ફિલ્મમાં અભિનેતા ધનુષ પણ ખાસ કિરદારમાં જોવા મળશે.