મનોરંજન

સારા અલી ખાને ખોલ્યું પિતા સૈફ અલી ખાનનું રહસ્ય, કહ્યું: ઝઘડો થવા ઉપર બોલતા હતા આ એક જ વાત

અપને સૌ જાણીએ છીએ એમ ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન અત્યારે કરીના કપૂર સાથે સુખી લગ્ન જીવન જીવી રહ્યો છે કરીના અને સૈફને એક દીકરો પણ છે તૈમુર, અને તૈમૂરના જન્મ બાદ તે પણ ખાસો ચર્ચામાં રહેવા લાગ્યો છે. સૈફ અલી ખાને પહેલા લગ્ન અભિનેત્રી અમૃતા સિંહ સાથે કર્યા હતા, તેમને એક દીકરી પણ હતી જેનું નામ છે સારા અલી ખાન. જે અત્યારે બોલીવુડની ઘણી ફિલ્મોમાં જોવા મળે છે.

Image Source

સારા અલી ખાન તેને પિતા સૈફ અલી ખાનને લઈને કેટલાક નિવેદનો આપે છે. તેના તેના પિતાને અને માતાને બંને પ્રેમ કરે છે તે છતાં પણ કેટલીક એવી બાબતો તે સામે લઇ આવે છે જેને જાણીને ચાહકો પણ વિચારમાં પડી જાય છે. આ વખતે સારાએ ના માત્ર તેના પિતા સૈફ માટે પરંતુ તેની માતા અમૃતા સિંહ માટે પણ એવી વાત કરી છે જેને લઈને ઘણા લોકો વિચારમાં છે.

Image Source

સારાએ કહ્યું હતું કે: “તમને ખબર છે કે મારા માતા-પિતાને છોડી ને જે પણ મારી સાથે વાત કરતુ હતું તેનું કહેવું હતું કે હું મારા માતાપિતાની અજીબ કોમ્બિનેશન છું.”

Image Source

આ આખી વાતનો ખુલાસો કરતા સરાએ જણાવ્યું હતું કે: “બીજા લોકો તો ઠીક પરંતુ જયારે ઝઘડો થતો ત્યારે મારી માતા પણ કહેતી કે ‘ઉફ્ફ તું એકદમ સૈફ જેવી જ છે.’ અને મારા પપ્પા કહેતા કે ‘તું તારી માની જેમ કેમ વાત કરી રહી છે?’ મારું એ જ વિચારવું હતું કે સાંભળો તમે બંનેએ જયારે નક્કી જ કર્યું કે તમારા બાળકો થશે ત્યારે તમે બધા જ જાણો છો કે જીન્સ કેવી રીતે ભેળવાય છે? તમે બંને અજીબ છો એટલા માટે હું અજીબ છું, અને હું તમને બંનેને પ્રેમ કરું છું.”

Image Source

એક સમયે જયારે એક મોટી ફિલ્મ હસ્તીએ સારાને પૂછ્યું હતું કે “તને કેમ લાગે છે કે ત અજીબ છે?” ત્યારે તેમના જવાબમાં સારાએ જણાવ્યું હતું કે: “વિચારો, સૈફ અલી ખાન અને અમૃતા સિંહની એક દીકરી છે અને એ હું છું, હું અજીબ છું કારણ કે આ બંને અજીબ છે, આપણે બધા અજીબ છીએ અને આ સાચું છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.