અમૃતા-સૈફ અલી ખાનનું નામ આજકાલ ચર્ચામાં છે. સુશાંત સિંહ રાજપૂત કેસના ડ્રગ મામલામાં સારાનું નામ પણ સામે આવ્યું છે. આ ખબરો વચ્ચે સારા અલી ખાનનો એક થ્રોબેક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. સારા અલી ખાને આ વીડિયોમાં બાળપણથી જોડાયેલો એક કિસ્સો શેર કર્યો છે.
View this post on Instagram
આ વીડિયોમાં સારા જણાવી રહી છે કે, તે એક વાર રસ્તા પર ડાન્સ કરી રહી હતી ત્યારે લોકોએ તેને ભિખારી સમજીને પૈસા આપવા લાગ્યા હતા. આ પૈસા સારાએ રાખી પણ લીધા હતા.
View this post on Instagram
સારા અલી ખાન આ વીડિયોમાં એ કહેતી નજરે ચડી રહી છે, એક વાર તે પિતા સૈફ અલી ખાન, માતા અમૃતા સિંહ અને ભાઈ ઇબ્રાહિમ સાથે આઉટિંગ પર નીકળી હતી. આ દરમિયાન મમ્મી અને પપ્પા કંઈક ખરીદવા માટે શોપની અંદર ગયા હતા.
View this post on Instagram
શોપની બહાર હું, ભાઈ અને હાઉસ હેલ્પર સાથે ઉભી હતી. મેં અચાનક ડાન્સ કરવાનું ચાલુ કરી દીધું હતું. લોકોએ મને આ જોઈને પૈસા આપવા લાગ્યા હતા. આ લોકોને લાગી રહ્યું હતું કે, હું ભીખ માંગી રહી છું. આ પૈસા રાખી લીધા હતા. મને મહેસુસ થયું કે, પૈસા મળી રહ્યા છે તો કંઈ પણ કરી લો. આ બાદ ફરી મેં ડાન્સ કરવાનું શરૂ કર્યું હતું.
View this post on Instagram
સારા અલી ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે. સારા અલી ખાનની કારકિર્દીની વાત કરીએ તો તેણે ફિલ્મ ‘કેદારનાથ’ થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતો.
View this post on Instagram
આ ફિલ્મમાં સારા બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી. સારા અલી ખાનને આ ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યૂ ફીમેલ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી સારા અલી ખાન ‘સિમ્બા’ અને ‘લવ આજકાલ’ માં જોવા મળી હતી.
View this post on Instagram
સારાની આગામી ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં ‘કુલી નંબર વન’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં સારા વરુણ ધવનની સાથે મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. આ સિવાય અભિનેત્રી અતરંગી રેમાં પણ જોવા મળશે.
View this post on Instagram