ફિલ્મી દુનિયા

કરીના કપૂર સાથેના સંબંધોનેને લઈને સારા અલીખાને કહ્યું કંઈક આવું, જણાવ્યું કે કેવી છે તેની સાવકી માં…

ફિલ્મ કેદારનાથ અને સિમ્બાથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી ચુકેલી સારા અલી ખાન હાલમાં ખૂબ જ કોન્ફિડેન્ટ જોવા મળે છે. દરેક મુદ્દા પર પોતાની વાત આત્મવિશ્વાસથી કરે છે. તેમની ફિલ્મ સિમ્બા 100 કરોડથી વધુ કમાણી કરી ચુકી છે. ત્યારે હવે તેમના હાથ પર ઘણી મોટા બજેટની ફિલ્મો છે.
ત્યારે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં સારા અલી ખાને પોતાની સાવકી મા કરીના કપૂર સાથેના સંબંધોને લઈને ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. જ્યારે એક ચેટ શોમાં સારા અલી ખાનને તેની સાવકી મા કરીના કપૂર વિશે પૂછવામાં આવ્યું ત્યારે સારાએ પ્રેમથી સ્મિત આપીને કહ્યું – જો કામની વાત કરીએ તો તે હંમેશા કરીના કપૂરની પ્રશંસક રહી છે. તેને કહ્યું કે તે અને બેબો સારા મિત્રો છે.શ્રીદેવી પછી કરીનાની ફેન છું –

સારાએ એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તે પોતાની સાવકી મા કરીનાની હંમેશાથી જ ફેન રહી છે. આટલું જ તેને કહ્યું કે ‘કભી ખુશી કભી ગમ’ની મારી સાવકી મા છે. શ્રીદેવી પછી જો હું કોઈની મોટી ફેન છું તો એ છે કરીના કપૂર ખાન.જે મારા પપ્પાને ખુશ રાખશે એનાથી હું ખુશ રહીશ –

સારાએ કહ્યું, ‘રહી વાત અમારા અંગત સંબંધોની વાત, તો હું હંમેશાથી જ એ વાતને લઈને સ્પષ્ટ છું કે જે મારા પપ્પાને ખુશ રાખશે એનાથી હું ખુશ હોઈશ, ભલે ચાહે એ કોઈ પણ કેમ હોય. હું અને કરીના સારા મિત્રો છીએ અને અમારા વચ્ચે સારા સંબંધો છે. મારા માટે આ બધું જ આસાન થઇ શક્યું કારણ કે મારી પાસે મા (અમૃતા સિંહ) છે. જે મને હંમેશા સારું જ ફીલ કરાવે છે. માએ જ મને પપ્પાના કરીના સાથેના બીજા લગ્ન માટે તૈયાર કરી હતી.’

 

View this post on Instagram

 

Merry merry merry Christmas to everyone 🎄🎁🍭🦃🍬🎂🎉🎊💝

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

લવ આજકલ 2ના શૂટિંગમાં વ્યસ્ત

ફિલ્મોની વાત કરીએ તો અત્યારે સારા પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે કાર્તિક આર્યન અને સારાની આગામી ફિલ્મનો કહેવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે આ વિડીયો આગામી ફિલ્મ લવ આજકલની રિમેકનો છે.

કાર્તિક-સારાનો આ વિડીયો સોશિયલ મોડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. સારાએ પહેલા જ કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં કાર્તિકને ડેટ કરવાની ઈચ્છાની વાત કહી હતી. જેથી તેમનો આ વિડીયો જોઈને ફેન્સને લાગી રહ્યું છે કે તેમની આ ઈચ્છા પુરી થઇ ગઈ. સારા અલીખાન સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ સારાને IIFA 2019માં ‘સિમ્બા’ માટે બેસ્ટ ડેબ્યુ ફીમેલનો એવોર્ડ મળ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.