સારા અલી ખાને બધાની સામે માંગી સિક્યોરિટી ગાર્ડની હરકત પર માફી, હવે થઇ રહી છે ખૂબ પ્રશંસા

અચાનક એવું થયું તો ગુસ્સાથી લાલચોળ થઇ ગઇ સારા અલી ખાન, જુઓ વીડિયો

બોલિવૂડ સ્ટાર્સના સિક્યોરિટી ગાર્ડ્સ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે, પછી તે સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા હોય કે શાહરૂખ ખાનનો બોડીગાર્ડ રવિ. પરંતુ સોમવારે સારા અલી ખાનના સિક્યોરિટી ગાર્ડે એવું કામ કર્યું કે સારાએ પોતે જ તેના માટે માફી માંગવી પડી. સારાનું બધાની સામે માફી માંગવાનું તેના ચાહકોને પસંદ આવ્યું અને અભિનેત્રીની આ શૈલીની સોશિયલ મીડિયા પર પ્રશંસા પણ થઈ રહી છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

સોમવારે સારા તેની અપકમિંગ ફિલ્મ ‘અતરંગી રે’ના પહેલા ગીત ‘ચકા ચક’ના લોન્ચિંગમાં પહોંચી હતી. આ ગીતમાં સારા શાનદાર અંદાજમાં સાડી પહેરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ લોન્ચના અવસર પર સારા ઈવેન્ટમાં ડાન્સ કરતી અને મસ્તી કરતી જોવા મળી હતી. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ઈવેન્ટ સમાપ્ત થયા બાદ સારા તેની કારની નજીક જઈ રહી હતી.

તે આસપાસ ઉભેલા મીડિયાકર્મીઓને પૂછી રહી હતી કે, ‘ક્યાં છે, ક્યાં છે, જેને પાડ્યો.’ સારા કહે છે. , ‘જેને પણ પડ્યો કે જતો રહ્યો’ સારાએ પાછળ ફરીને તેના બોડીગાર્ડને કહ્યુ કે, તમે કૃપા કરીને કોઈને ધક્કો મારશો નહીં, મહેરબાની કરીને આવું ન કરો.’ આ પછી સારાએ માફી માંગી.

આ વીડિયા વાયરલ થયા બાદ નેટિજન્સ સારાની ઘણી પ્રશંસા કરી રહ્યા છે અને તેને સ્વીટ પણ કહી રહ્યા છે. આ વાયરલ વીડિયો પર સારા અલી ખાનના વખાણ થઈ રહ્યા છે. લોકો તેની માતાની પરવરિશની પ્રશંસા પણ કરી રહ્યા છે. સારા અલી ખાનની ફિલ્મ ‘અતરંગી રે’નું ગીત ચકાચક રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ગીતમાં તે તેના પતિ ધનુષની સગાઈમાં ડાન્સ કરી રહી છે. આ ગીત શ્રેયા ઘોષાલે ગાયું છે. લોકો આ ગીતને પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સારા સાથે ધનુષ અને અક્ષય કુમાર છે. આ ફિલ્મ આનંદ એલ રાયના નિર્દેશનમાં બની છે.

સારા ઉપરાંત, અક્ષય કુમાર અને ધનુષ પણ આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત અતરંગી રેમાં જોવા મળશે. ફિલ્મનું ગીત ચકા ચક ઇર્શાદ કામિલે લખ્યું છે. એઆર રહેમાનની આ રચના ગાયિકા શ્રેયા ઘોષાલે ગાયું છે. અતરંગી રે 24મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

Shah Jina