ફિલ્મ કેદારનાથ અને સિમ્બાથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી ચુકેલી સારા અલી ખાન હાલમાં ખૂબ જ કોન્ફિડેન્ટ જોવા મળે છે. દરેક મુદ્દા પર પોતાની વાત આત્મવિશ્વાસથી કરે છે. તેમની ફિલ્મ સિમ્બા 100 કરોડથી વધુ કમાણી કરી ચુકી છે. ત્યારે હવે તેમના હાથ પર ઘણી મોટા બજેટની ફિલ્મો છે.
ત્યારે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં સારા અલી ખાને પોતાની સાવકી મા કરીના કપૂર સાથેના સંબંધોને લઈને ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. જ્યારે એક ચેટ શોમાં સારા અલી ખાનને તેની સાવકી મા કરીના કપૂર વિશે પૂછવામાં આવ્યું ત્યારે સારાએ પ્રેમથી સ્મિત આપીને કહ્યું – જો કામની વાત કરીએ તો તે હંમેશા કરીના કપૂરની પ્રશંસક રહી છે. તેને કહ્યું કે તે અને બેબો સારા મિત્રો છે.
શ્રીદેવી પછી કરીનાની ફેન છું –
સારાએ એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તે પોતાની સાવકી મા કરીનાની હંમેશાથી જ ફેન રહી છે. આટલું જ તેને કહ્યું કે ‘કભી ખુશી કભી ગમ’ની મારી સાવકી મા છે. શ્રીદેવી પછી જો હું કોઈની મોટી ફેન છું તો એ છે કરીના કપૂર ખાન.
જે મારા પપ્પાને ખુશ રાખશે એનાથી હું ખુશ રહીશ –
સારાએ કહ્યું, ‘રહી વાત અમારા અંગત સંબંધોની વાત, તો હું હંમેશાથી જ એ વાતને લઈને સ્પષ્ટ છું કે જે મારા પપ્પાને ખુશ રાખશે એનાથી હું ખુશ હોઈશ, ભલે ચાહે એ કોઈ પણ કેમ હોય. હું અને કરીના સારા મિત્રો છીએ અને અમારા વચ્ચે સારા સંબંધો છે. મારા માટે આ બધું જ આસાન થઇ શક્યું કારણ કે મારી પાસે મા (અમૃતા સિંહ) છે. જે મને હંમેશા સારું જ ફીલ કરાવે છે. માએ જ મને પપ્પાના કરીના સાથેના બીજા લગ્ન માટે તૈયાર કરી હતી.’
View this post on Instagram
લવ આજકલ 2ના શૂટિંગમાં વ્યસ્ત
ફિલ્મોની વાત કરીએ તો અત્યારે સારા પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે કાર્તિક આર્યન અને સારાની આગામી ફિલ્મનો કહેવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે આ વિડીયો આગામી ફિલ્મ લવ આજકલની રિમેકનો છે.
View this post on Instagram
કાર્તિક-સારાનો આ વિડીયો સોશિયલ મોડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. સારાએ પહેલા જ કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં કાર્તિકને ડેટ કરવાની ઈચ્છાની વાત કહી હતી. જેથી તેમનો આ વિડીયો જોઈને ફેન્સને લાગી રહ્યું છે કે તેમની આ ઈચ્છા પુરી થઇ ગઈ. સારા અલીખાન સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ સારાને IIFA 2019માં ‘સિમ્બા’ માટે બેસ્ટ ડેબ્યુ ફીમેલનો એવોર્ડ મળ્યો હતો.
View this post on Instagram
નવાબ સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાને બોલીવુડમાં આવ્યાના અમુક જ સમયમાં પોતાની ઓળખ બનાવી લીધી છે અને ચાહકોની ફેવરિટ બની ચુકી છે. સારા અલી ખાન ફિલ્મોમાં પોતાના અભિનયની સાથે સાથે પોતાની ચુલબુલી અદાઓ અને ડ્રેસિંગ સ્ટાઇલને લીધે પણ જાણવમા આવે છે.
View this post on Instagram
સારા સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને અવારનવાર પોતાની અને પરિવાર સાથેની તસવીરો અને વીડિયો સેર કરતી રહે છે, એવામાં તાજેતરમાં જ સારાએ પોતાની લાજવાબ તસવીર સોશિયલ મીડિયા પર સેર કરી છે, જેને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે.
View this post on Instagram
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન હંમેશા કોઇના કોઇ કારણોસર સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. અભિનેત્રીએ ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન બનાવી લીધું છે. વર્ષ 2018માં ફિલ્મ ‘કેદારનાથ’થી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરનાર સારા અલી ખાને પોતાની સુંદરતા અને ક્યુટનેસથી બધાનું દિલ જીતી લીધુ છે. સારા સ્ટાઈલ અને ફેશનના મામલે પણ ઘણી આગળ છે.
View this post on Instagram
બી-ટાઉનમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે ફિટનેસ પર પણ ખૂબ ધ્યાન આપે છે. સારા પણ તેમાંથી એક છે. સારા ફિટનેસ ફ્રીક છે તેને અવાર નવાર જીમમાં જતી સ્પોટ કરવામાં આવે છે. હાલમાં સારા તેના જીમ વીડિયોના કારણે જ ચર્ચામાં આવી છે. જેમાં તે તેના શોર્ટ્સના કારણે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની છે. સારા હાલમાં જ જીમની બહાર જોવા મળી હતી. આ દરમિયાન તેણે કંઈક એવું કર્યું જેના કારણે તે ચર્ચાનો વિષય બની ગઈ.