બૉલીવુડ એક્ટ્રેસ એન સૈફ અલિ ખાનની પુત્રી સારા અલી ખાને આજકાલ સોશિયલ મીડિયામાં બહુજ એક્ટિવ છે. સારાએ હાલમાં સિમલાના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.
ત્યારે સારાએ હાલમાં જ એક સપોર્ટ કંપની માટે ખાસ ફોટો શૂટ કરાવ્યું છે. જેમાં તે સ્પોર્ટી લુકમાં જોવા મળી હતી. સારાએ આ ફોટો તેના સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.

સોશિયલ મીડિયામાં શેર કરેલા ફોટો પર ફેન્સે લાઈક અને કૉમેન્ટ્સનો વરસાદ કર્યો હતો.

સારા અલીખાન અત્યાર સુધીની ફક્ત 2 જ ફિલ્મ રિલીઝ થઇ છે પહેલી હતી ‘કેદારનાથ’ અને બીજી હતી ‘સિમ્બા’. સિમ્બા ફિલ્મ રિલીઝ થયા બાદ સારા અલી ખાન પોપ્યુલર થઇ હતી. સારા અલીખાન હાલમાં જ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજકાલની સિક્વલનું શુટિંગ પૂર્ણ કર્યું હતું.

સારાએ શૂટિંગ પૂર્ણ કર્યા બસ તેના કોસ્ટાર કાર્તિક આર્યન અને નિર્દેશક ઈમ્તિયાઝ માટે એક પોસ્ટ લખી હતી. સારાએ તેની પોસ્ટમાં કાર્તિક આર્યન માટે લખ્યું હતું કે, “તમારી સાથે કામ કરતી વખતે મને કમ્ફર્ટેબલ ફીલ કરાવવા માટે આભાર. કોઈ લાલચ વગર મને આટલું બધું આપવા માટે અને મારા ધ્યાન રાખવા માટે તમારો આભાર. હું તમને એટલી યાદ કરીશ કે તમેં ક્યારે પણ વિચાર્યું પણ નહીં હોય.”
લવ આજકલ 2 ફિલ્મના શૂટિંગ દરમિયાન કાર્તિક અને સારા અલીખાન સિમલાની ગલીઓમાં ઘુમતા નજરે આવ્યા હતા. સારા અને કાર્તિક આર્યનના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
View this post on Instagram
Of candy floss clouds and retro vibes. 📸🌈🍭 Say hello to #PUMAxBarbie Nova #DoYou @pumaindia
જણાવી દઈએ કે, સારા અલીખાને હિમાચલમાં શૂટિંગ પૂર્ણ થયા બાદ તેની માતા અમૃતા સિંહ સાથે લંડનમાં વેકેશન ગાળવા પહોંચી ગઈ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks