સારા અલી ખાન શૂટિંગ દરમ્યાન થઇ ઘાયલ, વીડિયો શેર કરીને કહ્યું- સોરી મમ્મી પપ્પા મેં નાક કપાવી દીધું…

પપ્પાની લાડલી સારાએ સૈફ-અમૃતા સિંહ જોડે માંગી માફી કહ્યું- ‘સોરી મમ્મી પપ્પા મેં નાક કપાવી દીધું.’ જુઓ VIDEO

ફિલ્મ જગતમાં ખુબ જ ઓછા સમયમાં નવાબ ખાનદાનની છોકરી સારા અલી ખાને તેની એક અલગ ઓળખ બનાવી છે. સારા અલી ખાને વર્ષ 2018માં ફિલ્મ ‘કેદારનાથ’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈ ખાસ ચાલી હતી નહિ પરંતુ સારા અલી ખાન લોકોના દિલમાં જગ્યા બનાવવા માટે સફળ થઇ હતી.  ફિલ્મોની જેમ જ સોશિયલ મીડિયા પર સારા ખુબ જ એક્ટિવ રહે છે અને ત્યાં પણ તેના અનોખા અંદાજથી દર્શકોને તેની બાજુ આકર્ષિત કરી લેતી હોય છે.

થોડા સમય પહેલા જ સારાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોની સાથે સારાએ સૈફ અલી ખાન અને અમૃતા સિંહની માફી પણ માંગી છે. એટલું જ  નહિ સારાએ તો એવું પણ કીધું છે કે નાક કપાવી નાખ્યું મેં.

સારા અલી ખાને જે વીડિયો શેર કર્યો છે તેમાં તેને નાક ઉપર વાગેલું દેખાઈ રહ્યું છે. વીડિયો શેર કરતા સારાએ લખ્યું હતું કે, ‘સોરી મમ્મી પપ્પા અને ઇગ્ગી. નાક કપાવી દીધું મેં. સારાનો આ વીડિયો અને તેની સાથે લખેલું અજીબ કેપ્શન જોઈને ચાહકો આશ્ચર્ય થઇ ગયા હતા. નાક કપાવવાનો તાતપર્ય હતો કે નાક ઉપર વાગ્યું છે. આ વાતને સારાએ વીડિયો દ્વારા મજેદાર અંદાજમાં કહ્યું હતું.

વીડિયોમાં જોઈ શકાય છે કે સારાએ પહેલા નાક ઢાંકીને રાખ્યું છે અને થોડીક સેકંડ પછી જયારે તે નાક પર રાખેલ કોટન હટાવે છે તો જોઈ શકાય છે કે નાક ઉપર વાગ્યું છે. સારાનો આ વીડિયો મજેદાર તો હતો જ પરંતુ કેટલાક ચાહકોને  ચિતા પણ થઇ હતી.

સારા જે પણ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર મૂકે છે તે તરત જ વાયરલ થઇ જાય છે. ઇન્સ્ટાગ્રામ પર સારા અલી ખાનના 33 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે. બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનને ફિલ્મના શૂટિંગ દરમ્યાન  તેના નાક ઉપર વાગ્યું હતું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા ફિલ્મ ‘અતરંગી રે’માં નજર આવશે. આ ફિલ્મમાં સારા અક્ષય કુમાર અને સાઉથ અભિનેતા ધનુષ સાથે કામ કરી રહી છે. ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રાયે કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

Patel Meet