મનોરંજન

ફરીથી ફટાકડો બનીને નીકળી સારા અલી ખાન, લુક્સ એવો કે પહેલી જ નજરમા આવી જાય પસંદ

ફરીથી ફટાકડો બનીને નીકળી સારા અલી ખાન, જુઓ તસવીરો

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન ફિલ્મોમાં પોતાના અભિનયની સાથે સાથે પોતાની સ્ટાઈલિશ અદાઓને લીધે પણ જાણવામાં આવે છે. સારા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.

Image Source

સારા પોતાની ફિટનેસ પર પણ ખુબ ધ્યાન આપે છે અને જીમમાં વર્કઆઉટ કરતી પોતાની તસ્વીરો કે વીડિયો પણ શેર કરતી રહે છે.

Image Source

સારા અને વરુણ ધવનની ફિલ્મ કુલી નંબર-1 અમુક દિવસો પહેલા જ રિલીઝ થઇ છે. ફિલ્મને કઈ ખાસ નામના નથી મળી અને દર્શકોએ પણ કઈ ખાસ પસંદ નથી કરી, પણ ફિલ્મમાં સારાના સ્ટાઈલિશ આઉટફિટ દર્શકોને ખુબ પસંદ આવ્યા હતા.આ લુકની સાથે સારાએ દમદાર પોઝ આપ્યા હતા.

Image Source

એવામાં તાજેતરમાં જ એકવાર ફરીથી સારા સ્ટાઈલિશ લુકમાં જોવા મળી હતી. જેમાં તેણે બ્લુ ટેન્ક ટોપ, અને હાઈ વેસ્ટ જીન્સ પહેર્યું હતું. હલ્કો હલકો મેકઅપ, પિન્ક લિપસ્ટિક, આઈ લાઈનરમાં સારા ખુબ જ ક્યૂટ લાગી રહી હતી. આ લુકની સાથે સારાએ પર્પલ રંગના હાઈ હિલ્સ પણ પહેરી રાખ્યા હતા જે તેના આ લુકની સાથે એદકમ સૂટ થઇ રહ્યા હતા.

Image Source

અમુક દિસવો પહેલા જ સારાએ વરુણ ધવન સાથે મેચિંગ કરતા ઓવરસાઈઝ શર્ટની સાથે ડેનીમ શોર્ટ્સ પહેર્યું હતું. જેમાં પણ સારા ખુબ સુંદર લાગી રહી હતી અને યુવતીઓ તેના લુકની દીવાની બની ગઈ હતી.