મનોરંજન

મા અમૃતા સિંહ અને ભાઈ ઇબ્રાહિમ સાથે માલદીવની અંદર રજાઓ માણી રહી છે સારા અલી ખાન, શેર કરી સુંદર તસવીરો

નવાબની લાડલીની આ નવી 7 તસવીરો જોઈને મોહિત થઇ જશો, જુઓ

બોલીવુડના સિતારાઓ માટે માલદીવ હવે વેકેશન સ્પોટ બનતું જઈ રહ્યું છે, બોલીવુડના ઘણા કલાકારો માલદીવની અંદર વેકેશન મનાવવા માટે પહોંચાય હતા, ત્યારે હાલ અભિનેત્રી સારા અલી ખાન પણ પોતાની માતા અમૃતા સિંહ અને ભાઈ ઇબ્રાહિમ સાથે માલદીવમાં રજાઓ મનાવી રહી છે. જેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

સારાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર માલદિવનાં વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે. આ તસ્વીરોની અંદર બધા જ કેન્ડલ લાઈટ ડિનર પહેલા કેમેરા સામે પોઝ આપી રહ્યા છે. આ તસ્વીરમાં સારા ખુરશી ઉપર બેઠેલી જોવા મળી રહી છે. તો અમૃતા અને ઇબ્રાહિમ તેની પાછળ ઉભેલા જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

આ તસ્વીરોની સાથે સારાએ એક ખુબ જ સુંદર કેપશન પણ લખ્યું છે, તેને લખ્યું છે કે “તમારા બંને સાથે 7 સમુદ્ર ફરવા માંગુ છું. કારણ કે કહેવાય છે કે દરેક સારી વસ્તુ 3માં જ આવે છે.” ચાહકોને સારાનો આ અંદાજ ખુબ જ પસંદ આવી રહ્યો છે.

આ ઉપરાંત સારાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરીની અંદર પોતાની મા અમૃતા સાથે ટ્વીનીંગ કરતી એક તસ્વીર પણ શેર કરી છે. જેમાં તે અમૃતા સાથે ખુબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે. આ તસ્વીરને શેર કરવાની સાથે સારાએ લખ્યું છે, “આઈ લવ માય મોમ, મા-દીકરીનો સમય.”

આ પહેલા પણ સારાએ માલદિવમાંથી કેટલીક બોલ્ડ તસવીરો પણ શેર કરી હતી. જેમાં સારા દરિયા કિનારે પોઝ આપતી જોવા મળી હતી.

આ તસવીરો શેર કરવાની સાથે સારાએ કેપશનમાં લખ્યું છે, “માટીમાં પગ અને નાકને ચુમતી સૂરજની કિરણો.” સારા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે.

વાયરલ થઇ રહેલી તસ્વીરોની અંદર સારા કલરફુલ ડ્રેસની અંદર જોવા મળી રહી છે. સારાએ ફિલ્મ કેદારનાથથી બોલીવુડની અંદર ડેબ્યુ કર્યું હતું. થોડા દિવસ પહેલા જ તેની ફિલ્મ “કુલી નંબર 1” આવી હતી. હવે તે ફિલ્મ “અતરંગી”માં અક્ષય કુમાર સાથે જોવા મળવાની છે.