વિદેશમાં ભાઈ સાથે એન્જોય કરતા જોવા મળી- જુઓ ક્યૂટ તસવીરો
ફિલ્મ “કેદારનાથ”થી ડેબ્યુ કરી અને બોલીવુડમાં એક આગવું નામ બનાવી દેનારી અભિનેત્રી સારા અલી ખાન સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. સોશિયલ મીડિયા દ્વારા તે ચાહકો સાથે પણ જોડાયેલી રહે છે અને પોતાની શાનદાર તસવીરો પણ શેર કરે છે.
થોડા સમય પહેલા જ સારા પોતાની માતા અમૃતા સિંહ અને ભાઈ ઇબ્રાહિમ સાથે માલદીવમાં રજાઓ માણીને આવી છે. માલદિવથી સારાએ ઘણી તસવીરો પણ શેર કરી હતી. હવે સારાએ ફરી કેટલીક તસવીરો શેર કરી છે. જે ઈન્ટનેટ ઉપર વાયરલ થઇ રહી છે.
વાયરલ થઇ રહેલી તસ્વીરોની અંદર સારા બીચ ઉપર પોઝ આપતી નજર આવી રહી છે. તો બીજી એક તસ્વીરમાં તે પોતાના ભાઈ ઇબ્રાહિમ સાથે મસ્તી ભર્યા અંદાજમાં પણ જોવા મળી રહી છે.
View this post on Instagram
સારાએ આ તસ્વીરોમાં બીચ ઉપર બેઠી છે અને તેને બ્લુ પ્રિન્ટ ડ્રેસ પહેર્યો છે સાથે શાનદાર પોઝ પણ આપ્યો છે. આ ઉપરાંત તેના ભાઈ સાથે શેર કરેલી તસ્વીરની અંદર બંને સાથે મિલ્ક શેકનો આનંદ માણી રહ્યા છે.
તો સારાએ બીજી એક તસ્વીર પોતાની સ્ટોરીમાં પણ શેર કરી છે જેમાં તે એક નહિ પરંતુ બેબે મિલ્કશેકનો આનંદ માનતી જોવા મળી રહી છે.
સારાની આ તસવીરો ઉપર ચાહકો પણ ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે. અત્યાર સુધી આ તસ્વીરોને 11 લાખથી પણ વધારે લોકોએ લાઈક કરી છે.
તમને જણાવી દઈએ કે સારા પોતાની સ્ટાઈલિશ તસવીરોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. થોડા જ સમયમાં તે ફિલ્મ “અતરંગી રે”માં નજર આવશે. હાલ તે તેના શૂટિંગમાં વ્યસ્ત છે.