સારા અલી ખાન રાધિકા મદાન સાથે પહોંચી લદ્દાખ, જુઓ ખૂબસુરત તસવીરો

શાંતિ માટે લદ્દાખ પહોંચી સારા અલી ખાન, શેર કરી શાનદાર તસવીરો

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાનના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જોઇ અંદાજો લગાવી શકાય છે કે તે ફરવાની ઘણી શોખીન છે. તેની પોસ્ટ પર વધારે ટ્રાવેલ સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો જોઇ શકાય છે. છેલ્લા દિવસોમાં તે માલદીવમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી હતી. ત્યારે હવે સારા ઝીલો અને પહાડીઓનો લુફ્ત ઉઠાવવા માટે લદ્દાખ પહોંચી છે. જયાંથી તે શાનદાર તસવીરો શેર કરી ચાહકોનું દિલ જીતી રહી છે.

સારા અલી ખાન વેકેશન પર ગયા બાદ તેના ચાહકોને પૈંગોંગ ત્સો ઝીલનો નજારો બતાવી રહી છે. ત્યાં જ હવે તેણે મંદિરો અને ખૂબસુરત વાદળોની ઝલક બતાવી છે. હાલમાં જ સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, પ્રકૃત્તિ, સુખ અને શાંતિ. અભિનેત્રીની આ તસવીરો પર ચાહકો સાથે સાથે સેલેબ્સ પણ કમેન્ટ કરી તેના અંદાજની પ્રશંસા કરી રહ્યા છે.

સારા અલી ખાન આ ટ્રિપ પર રાધિકા મદાન સાથે છે. બંને અહીં ખૂબ મસ્તી કરી રહ્યા છે. બે દિવસ પહેલા જ બંને અભિનેત્રીઓ રવાના થઇ છે અને હવે તે સોશિયલ મીડિયા પર ત્યાંની તસવીરો શેર કરી રહી છે.

સારાએ વર્ષ 2018માં ફિલ્મ “કેદારનાથ”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં તે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી. સારા અલી ખાને ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઓછા સમયમાં તેની સારી ઓળખ બનાવી લીધી છે. તે છેલ્લે વરુણ ધવન સ્ટારર “કુુલી નંબર 1″માં જોવા મળી હતી.હવે તે અક્ષય કુમાર સાથે “અતરંગી રે”માં જોવા મળશે.

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન એ હસીનાઓમાંની એક છે, જેના પાત્રમાં જ નહિ પરંતુ સ્ટાઇલમાં પણ મસ્તીની ઝલક જોવા મળે છે. આમ તો સારાને ઇન્ડિયન સ્ટાઇલના આઉટફિટથી ઘણો લગાવ છે, પરંતુ શુટ્સ-ફિલ્મ પ્રમોશન્સ વચ્ચે તે વધારે વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળે છે.

સારા અલી ખાન સિંપલ લુકમાં પણ સ્ટાઇલિશ લાગે છે. તે સોથી વધારે પસંદ કરનાર સ્ટારકિડમાંની એક છે અને તેની સ્ટાઇલ અપીયરેંસના લાખો લોકો પણ દીવાના છે.બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન ફિલ્મોમાં અભિનય સાથે સાથે સોશિયલ મીડિયા પર તેની ખૂબસુરત અને બોલ્ડ તસવીરો શેર કરતી રહેતી હોય છે.

સારા અલી ખાનની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. સારાના ઇન્સ્ટાગ્રામ પર 34.3 મિલિયન ફોલોઅર્સ છે. સારાએ ઘણા ઓછા સમયમાં બોલિવુડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. સારાએ થોડા સમયમાં તેનું ઘણુ નામ કમાવ્યુ છે.

Shah Jina