મનોરંજન

સારા અલી ખાન કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરીને વિવાદોમાં ઘેરાઈ, સ્થાનિક પૂજારી બોલ્યા – એ મુસલમાન છે અને…

સૈફ અલી ખાનની દીકરી અને બોલિવૂડ અભિનત્રી સારા અલી ખાન આજકાલ ધાર્મિક નગરી કાશીમાં છે, જ્યાં તે પોતાની આગામી ફિલ્મ અતરંગી રેના શૂટિંગમાં વ્યસ્ત છે. જો કે શૂટિંગમાંથી સમય કાઢીને સારા કાશીના ઘાટો પર અને બનારસની ગલીઓમાં ફરતી જોવા મળે છે. આ સમય દરમિયાન, તેણે કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને રવિવારે ગંગા આરતીમાં પણ હાજરી આપી હતી. સારા અલી ખાન વારાણસી સ્થિત પ્રખ્યાત કાશી વિશ્વનાથ મંદિરમાં પણ જોવા મળી હતી. મંદિરના દર્શન દરમિયાન તેની માતા અમૃતા સિંહ પણ તેની સાથે હાજર હતા.

Image Source

આ બધુ તો ઠીક હતું પરંતુ તે પછી વિવાદ છેડાયો કે જ્યારે સારા અલી ખાને બાબા વિશ્વનાથના દર્શન કરે શિવલિંગને સ્પર્શ કર્યો. તેના કારણે સ્થાનિક પંડિતો અને સંતોએ આ વિષય પર સવાલો ઉભા કરવાનું શરૂ કર્યું છે. કાશી વિકાસ સમિતિએ તેમના બિનહિન્દુ હોવાના આધારે વાંધો ઉઠાવ્યો છે. કાશીના વિદ્વાનોએ તેને મંદિરની પરંપરાની વિરુદ્ધ ગણાવ્યું છે. કાશી વિકાસ સમિતિએ પણ આ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

Image Source

સારા અલી ખાને રવિવારે કાશી વિશ્વનાથ મંદિરમાં કોઈ પૂર્વ સૂચના વિના ષોડશોપચાર દર્શન પૂજા કરી હતી. મંદિર પ્રશાસનને તેના વિશે પણ ખબર નહોતી. કાશી વિકાસ સમિતિના જનરલ સેક્રેટરી કહે છે કે શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં બિન-આર્યન અને બિન-સનાતન ધર્મીઓનો પ્રવેશ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. તેમ છતાં સારા અલી ખાને રવિવારે બાબા વિશ્વનાથના સ્પર્શ દર્શન કાર્ય હતા. મંદિરમાં બિન-સનાતન ધર્મીઓ માટે માત્ર શિખર દર્શનની જ વ્યવસ્થા છે.

Image Source

આટલું જ નહીં, આ પૂજા અને સ્પર્શનો સમય પણ એ જણાવવામાં આવે છે કે જયારે મંદિરના ગર્ભગૃહને બંધ રાખવામાં આવે છે. અર્થાત્ પ્રતિબંધ સમયે પૂજા. આ રીતે સારાની પૂજા એ ફક્ત પરંપરાઓ તોડવા પર જ નહીં, પરંતુ તે મંદિરની સુરક્ષા વ્યવસ્થા પર પણ અનેક સવાલો ઉભા કરે છે. મંદિર વહીવટીતંત્રે આ મામલાની તપાસ કરવી જોઈએ, કે કોને સારા અને તેની માતા અમૃતા સિંહને પૂજા અને દર્શન કરાવ્યા.

Image Source

સારા અલી ખાનના દર્શન કરવા પર સ્થાનિક પૂજારીએ કહ્યું, હિન્દુ ધર્મમાં સારાની રુચિની પ્રશંસા કરીએ છીએ, પરંતુ મુદ્દો એ છે કે તે મુસ્લિમ છે અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેવો જોઈતો ન હતો. આ બધું તેમના માટે કંઇક ખૂબ ‘ઉત્તેજક અને મનોરંજક’ હશે, પરંતુ અમારા માટે તે ધર્મની વાત છે. કાશી વિકાસ સમિતિએ હવે તેમની મંદિર મુલાકાતની તપાસ કરવા અને તેના માટે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ બાબતે સ્થાનિક પંડિતો અને સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

ત્યારે બીજી તરફ બનારસની ગલીઓમાં ફરતો પોતાનો વીડિયો શેર કરતી વખતે સારાએ લખ્યું છે કે ‘નમસ્તે દર્શકો, બનારસની શેરીઓથી… કેવો સુંદર દિવસ છે, ઓછા પૈસામાં વધારે મજા કરી શકો છો જો તમે બનારસમાં રહેતા હોવ તો’, વીડિયોમાં સારા ગુલાબી સલવાર સૂટમાં, કપાળ પર તિલક અને ગળામાં ફૂલોની માળા લગાવીને દેખાઈ રહી છે, તે કહેવું ખોટું ન હશે કે સારા ખૂબ સુંદર દેખાઈ રહી છે.

Image Source

તે જાણીતું છે કે ફિલ્મ ‘અતરંગી રે’ નું શૂટિંગ બનારસ અને ચાંદૌલી જિલ્લામાં થઈ રહ્યું છે, એવી પણ ચર્ચા છે કે મલ્ટી સ્ટારર આ ફિલ્મમાં સારાનો ડબલ રોલ છે.