સારા અલી ખાને માલદીવથી ઓરેન્જ બિકીમાં શેર કરી ગોર્જિયસ તસવીરો, બોલ્ડ અંદાજ જોઇ બોલિવુડ સ્ટાર્સ પણ કરી રહ્યા છે પ્રશંસા

ન પહેરવાનું પહેરીને જહાંગીરની મોટી દીદીએ ઝાડ પર ઊંઘી બતાવ્યો ગ્લેમરસ અંદાજ

સારા અલી ખાને થોડા સમયમાં જ બોલિવુડમાં તેની ખાસી ઐએવી ઓળખ બનાવી લીધી છે. તે ફેમસ અભિનેત્રી પણ બની ગઇ છે. વર્ષ 2018માં આવેલી ફિલ્મ “કેદારનાથ”થી સારાએ બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ, આ ફિલ્મમાં તે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી. સારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો તેમજ વીડિયો ચાહકો સાથે શેર કરતી  રહે છે.

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન આ દિવસોમાં માલદીવ વેકેશન પર છે. સારા ત્યાંથી તેની ઘણી મસ્તી ભરેલી અને બોલ્ડ તસવીરો શેર કરી રહી છે, ત્યારે  હાલમાં જ સારાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ ગોર્જિયસ અને હોટ લાગી રહી છે. આ તસવીરોમાં સારાનો અંદાજ ખૂબ જ ગ્લેમરસ લાગી રહ્યો છે.

સારા આ તસવીરોમાં સમુદ્ર કિનારે ઝૂલા પર બેઠેલી અને ચિલ કરતી જોવા મળી રહી છે. તેણે આ દરમિયાન બિકી પહેરી છે અને તે ખૂબ જ હોટ પણ લાગી રહી છે. બીજી એક તસવીરમાં સારા ઝાડ પર જોવા મળી રહી છે, તે ઓરેન્જ બિકીમાં અને બ્લેક ગોગલ્સમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

તસવીરો શેર કરતા સારાએ લખ્યુ કે, દિલથી જ તમે અરમાનોને અડી શકો છો. આ સાથે સારાએ ઘણા હેશટેગ પણ લખ્યા છે. સારાની આ તસવીરોની તો ચાહકો સાથે સાથે બોલિવુડ સ્ટાર્સ પણ પ્રશંસા કરી રહ્યા છે. આ પહેલા સારા4એ નિયોન બિકી પહેરી કેટલીક તસવીરો શેર કરી હતી, જે પણ ખૂબ વાયરલ થઇ હતી.

સારા આ દિવસોમાં મિત્રો સાથે માલદીવમાં ખૂબ જ એન્જોય કરી રહી છે. તે કયારેક સાઇકલ ચલાવતા તો કયારેક સનસેટ જોતા તો કયારેક બીચ પર પોઝ આપી રહી છે. આ  ઉપરાંત સારાએ હાલમાં જ ગણપતિ બપ્પાનું પણ સ્વાગત કર્યુ હતુ, તે તેની માતા અમૃતા સિંહ સાથે ગણપતિને ઘરે લઇને આવી છે.

સારાના વર્કફ્રંટની વાત કરીએ તો, સારા છેલ્લે વરુણ ધવન સાથે “કુલી નંબર 1″માં જોવા મળી હતી. આ ફિલ્મ 1995માં આવેલી ગોવિંદા અને કરિશ્મા કપૂરની ફિલ્મની રિમેક હતી. દર્શકો સહિત ફિલ્મ ક્રિટિક્સે આને સારા રિવ્યુ આપ્યા ન હતા. સારાએ થોડા સમય પહેલા જ ફિલ્મ “અતરંગી રે”નું શુટિંગ પૂર્ણ કર્યુ છે. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મને આનંદ એલ રાયે બનાવી છે. તેમાં સારા સાથે અક્ષય કુમાર અને ધનુષ પણ જોવા મળશે.

સારા આ ઉપરાંત વિક્કી કૌશલ સાથે ફિલ્મ “ધ ઇમ્મોર્ટલ અશ્વથામા”માં જોવા મળશે. ખબર એવી છે કે આ ફિલ્મના પ્રોડક્શનમાં તકલીફ થયા બાદ તેને હોલ્ડ પર રાખવામાં આવી છે. આ ફિલ્મ આગળ બનશે કે નહિ, તે વિશે હજી કંઇપણ ક્લિયર નથી.

Shah Jina