સારા અલી ખાનનો મગરમચ્છ પ્રિંટ વાળો ડ્રેસ જોઈને ફેન્સને લાગી લાઈન, જુઓ PHOTOS
બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન એ હસીનાઓમાંની એક છે, જેના પાત્રમાં જ નહિ પરંતુ સ્ટાઇલમાં પણ મસ્તીની ઝલક જોવા મળે છે. આમ તો સારાને ઇન્ડિયન સ્ટાઇલના આઉટફિટથી ઘણો લગાવ છે, પરંતુ શુટ્સ-ફિલ્મ પ્રમોશન્સ વચ્ચે તે વધારે વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળે છે.
સોમવારે સારા અલી ખાનને મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. જે બાદ તે બપોરે શુટિંગ કરતી જોવા મળી હતી. અભિનેત્રી આ દિવસોમાં સતત શુટિંગ કરી રહી છે. તેનુ શિડ્યુલ ઘણુ વ્યસ્ત ચાલી રહ્યુ છે.
સારા અલી ખાન મુંબઇ વર્લીમાં સ્થિત મહાલક્ષ્મી સ્ટુડિયો બહાર જોવા મળી હતી, જયાં તેણે એવો આઉટફિટ કેરી કર્યો હતો જે ફની હોવાની સાથે સાથે એટ્રેક્ટિવ કલર અને પેટર્નો પણ હતો.
સારા અલી ખાને નિયોન યલો ડ્યુલ કલરનો સેટ પસંદ કર્યો હતો. તેમાં પોચોં પેટર્ન વાળુ ટોપ પહેર્યુ હતુ અને તેની સાથે તેણે મેચિંગ સ્ટ્રેટ ફિટ પેંટ પહેર્યુ હતુ. આઉટફિટ લુઝ ફિટ સ્ટાઇલમાં હતો. જે રિલેકસ્ડ અને લેડબેક લુક પસંદ કરવા વાળા માટે એકદમ પરફેક્ટ છે.
સારાના આ સ્ટેંટમેંટ ટુ પીસ સેપરેટ્સ સેટ પર ગ્રીન કલરથી ક્રોકોડાઇલ પ્રિંટ બનેલ હતુ. જે જોવામાં ઘણુ ક્યુટ લાગી રહ્યુ હતુ અને ઓલરઓલ આઉટફિટ ખૂબસુરતી પણ વધારી રહ્યો હતો.
સારાએ લુકને કમપલિટ કરવા માટે મિનિમલ મેકઅપ સાથે વાળને ખુલ્લા રાખ્યા હતા. આ સાથે તેણે રેડ લિપસ્ટિ અને યલો ફ્લેટ્સ મેચ કરી હતી.
સારા ખૂબ જ ફ્રેશ જોવા મળી રહી હતી. સારા મીડિયા ફોટોગ્રાફર્સ સાથે વાત કરતી જોવા મળી હતી. સારાએ ચાહક સાથે સેલ્ફી પણ ક્લિક કરાવી હતી.