આ અભિનેત્રીએ સમુદ્ર કિનારે પ્રિન્ટેડ બિકીનીમાં શેર કરી સિઝલિંગ તસવીરો, અદાઓ જોઈ ચાહકોના હાલ થયા બેહાલ

બોલિવુડના નવાબ કહેવાતા સૈફ અલી ખાન અને અભિનેત્રી અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન આ સમયે તેની ફિલ્મો કરતા વધારે સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયોના કારણે ચર્ચામાં રહેતી હોય છે. થોડા દિવસો પહેલા સારાએ કો-અભિનેતા વિક્રાંત મૈસી સાથે મંદિરમાં પૂજા કરતી તસવીર શેર કરી હતી. હવે સારાએ બિકીમાં તેની દિલકશ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર ગરમી વધારી દીધી હતી.

સારા જેટલો ટાઈમ તેના કામને આપે છે તેટલો જ ટાઈમ તે સોશિયલ મીડિયા પર ચાહકોને પણ આપતી હોય છે. પ્રોફેશનલ હોય કે પર્સનલ લાઈફ સારા ઇન્સ્ટાગ્રામ પર ચાહકોને તેની દરેક અપડેટ આપતી રહે છે. વિકેન્ડ પર સારાએ ચાહકો સાથે જોરદાર ગ્લેમરસ તસવીર શેર કરી છે.

માલદીવમાં વેકેશન એન્જોય કરતી સારાએ બિકીમાં ઘણી તસવીરો શેર કરી છે અને અલગ અલગ પોઝ કેમેરા સામે આપી ચાહકોને પાગલ કરી દીધા છે. આ તસીવરોમાં તેનો સિઝલિંગ અવતાર જોવા મળી રહ્યો છે. મલ્ટીકલર સ્ટ્રાઇપ્ડ બિકીમાં સારા ક્યૂટ અને સ્ટાઈલિશ પોઝથી લોકોનું મન મોહી રહી છે. બિકીમાં સારા સિઝલિંગ લાગી રહી હતી સારાને બિકીમાં જોઈને ઘણા લોકો તેની પર દિલ હારતા નજર આવી રહ્યા છે.

અભિનેત્રીને જોયા બાદ ચાહકોને તેના પરથી નજર હટાવી મુશ્કેલ થઇ ગઈ હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાને સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ફિલ્મ ‘કેદારનાથ’થી ડેબ્યુ કર્યું હતું. જે બાદ તે રણવીર સિંહ સાથે સિમ્બામાં જોવા મળી હતી. તે છેલ્લી વખત ફિલ્મ ‘અતરંગી રે’માં અક્ષય કુમાર અને ધનુષની સાથે નજર આવી હતી.

આ સમયે સારા તેની અપકમિંગ ફિલ્મ ‘ગેસલાઇટ’નું શૂટિંગ કરી રહી છે જેમાં તેની સાથે વિક્રાંત મૈસી છે. આ ફિલ્મનું ડાયરેક્શન પવન કૃપલાણી કરી રહ્યા છે. તેના સિવાય સારાએ ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકરની ફિલ્મ લુકા છુપ્પી 2માં કામ કરી રહી છે જેમાં તેની સાથે વિક્કી કૌશલ નજર આવશે.આ ફિલ્મની શુટિંગની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ હતી, જે ઘણી ચર્ચામાં રહી હતી.

Patel Meet