સારા અલી ખાને કડકડતી ઠંડીમાં સ્વિમિંગ પુલમાં લગાવી ડુબકી, જોવા મળ્યો બોલ્ડ અંદાજ

એકબાજુ કોરોનામાં હજારો લોકો મરે છે ત્યાં બીજી બાજુ સેલિબ્રિટીઓ આવી મોજ કરે છે, સારાનું આ રૂપ જોઈને ભલભલા ચોંકી જશે, જુઓ

બોલિવુુડ અભિનેત્રી સારા અલી ખાન આ દિવસોમાં તેની માતા અમૃતા સિંહ અને ભાઇ ઇબ્રાહિમ અલી ખાન સાથે કાશ્મીરની બર્ફીલી વાદિયોના વચ્ચે વેકેશનની મજા માણી રહી છે. સોમવારે સારાએ કેટલીક તસવીરો

Image source

અને વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. એપ્રિલ-મે મહિનો જેમ જેમ વધી રહ્યો છે, મોસમમાં ગરમી વધતી જઇ રહી છે. આ મોસમમાં સારા અલી ખાન તેના પરિવાર સાથે વેકેશન એન્જોય કરી રહી છે.

આ વેકેશન વચ્ચે તે તેની તસવીરો અને વીડિયો શેર કરવાનું ભૂલતી નથી. સારાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક કોલાજ શેર કરી હતી. જેમાં તે સ્વિમિંગ પુલમાં એન્જોય કરતી જોવા મળી હતી.

સારાએ ચાર તસવીરોનો એક કોલાજ શેર કર્યો હતો. એકમાં તે બ્રેકફાસ્ટ ાખ્યો છે. બીજી તસવીરમાં તે હોટ વોટર પુલમાં છે. જયાંથી ખૂબસુરત નજારો જોવા મળી રહ્યો છે. ત્રીજી તસવીરમાં સારાએ ગુલાબી રંગનું જેકેટ પહેર્યુ છે અને વાદળા સામે જોઇ રહી છે. ત્યાં જ ચોથી તસવીરમાં બરફ અને ઝાડ દેખાઇ રહ્યા છે.

સારાની વેકેશનની પોસ્ટ જોતજોતામાં જ ખૂબ વાયરલ થઇ ગઇ હતી. તેની બધી તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તેની તસવીરોને ચાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

સારાએ તેની માતા અમૃતા સિંહ સાથેે વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં સારા ખૂબ ક્યુટ લાગી રહી હતી. સારાની તસવીરો અને વીડિયો જોઇ એ વાતનો અંદાજ લગાવી શકાય છે કે, તે વેકેશનને ખૂબ જ એન્જોય કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

તમને જણાવી દઇએ કે, સારાએ ફિલ્મ “કેદારનાથ” દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. તે બાદ તે અનેક ફિલ્મોમાં જોવા મળી છે. તે છેલ્લે ફિલ્મ “કુલી નંબર 1″માં વરૂણ ધવન સાથે જોવા મળી હતી. તેણે હાલમાં જ ફિલ્મ “અતરંગી રે”નું શુટિંગ ખત્મ કર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

Shah Jina