મનોરંજન

બનારસના ગંગા ઘાટ પર ટ્રેડિશનલ લુકમાં જોવા મળી સૈફની દીકરી, આરતીમાં પણ થઇ સામેલ

ડિરેક્ટર આનંદ એલ. રાયની ફિલ્મ ‘અતરંગી રે’ નું શૂટિંગ શરૂ થવા જઇ રહ્યું છે. જેના માટે સારા અલી ખાન બનારસ પહોંચી હતી. સારા અલી ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં તે બનારસના ગંગા ઘાટ પર ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. આ સાથે તે અનેક તસ્વીરોમાં ગંગા આરતીમાં પણ ભાગ લેતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સાથે જ સારા અલી ખાને ઘાટ પર ફોટોશૂટ પણ કરાવ્યું હતું. સારા અલી ખાને ફોટો શેર કરવાની સાથે જ કેપ્શન લખ્યું, ‘ગંગા નદી.’ અભિનેત્રીની આ તસ્વીર અને તેના સંસ્કારો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અલી ખાનના પિતા સૈફ અલી ખાન એક મુસ્લિમ છે અને માતા અમૃતા સિંહ હિંદુ શીખ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. હવે બંને ભલે અલગ રહે છે, પરંતુ સારા તેના સંસ્કારને ભૂલી નથી. અમૃતા સિંહની આ વાતની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવે છે કે તેણે પોતાની દીકરી સારાને ખૂબ જ સારા સંસ્કાર આપ્યા છે અને તમામ ધર્મોનો આદર કરતા શીખવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

આ પહેલી વાર નથી જ્યારે સારા આ પ્રકારના પૂજાના પાઠમાં ભાગ લેતી જોવા મળી હોય, આ પહેલા પણ તે ગુરુદ્વારા, મંદિર અને મસ્જિદમાં ઘણી વાર જોવા મળી છે. જણાવી દઈએ કે, સારા બનારસ આગામી ફિલ્મ ‘અતરંગી રે’ના શૂટિંગ માટે ગઈ છે. આ ફિલ્મમાં સારાની સાથે અક્ષય કુમાર અને સાઉથનો સુપરસ્ટાર ધનુષ પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

એવું કહેવામાં આવી રહ્યું છે કે તે લગભગ દોઢ અઠવાડિયા ત્યાં રોકાશે. શૂટિંગ 3 માર્ચથી બનારસના 3 સ્થળોએ શરૂ થશે. આમાં કાશી સ્ટેશન, ચાંદૌલીના ખુરુઝા ગામ જેવા સ્થાનો સામેલ છે. સારા હાલમાં તેની ટીમ સાથે નદેસરની હોટલમાં રોકાઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

આનંદ એલ રાયના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ‘અતરંગી રે’ 2021માં વેલેન્ટાઇન ડે પર રિલીઝ થઈ શકે છે. આમાં સારાનો ડબલ રોલ હશે. ફિલ્મનું પ્રોડક્શન ભૂષણ કુમાર કરી રહ્યા છે. ફિલ્મ અતરંગી રેમાં એઆર રહેમાનનું સંગીત સાંભળવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

‘અતરંગી રે’ સિવાય સારા અલી ખાન પાસે અને ડેવિડ ધવનની ‘કૂલી નંબર 1’ પણ છે. આ ફિલ્મમાં તે વરુણ ધવનની સાથે જોવા મળશે. આ ફિલ્મ 1 મે 2020 ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.