અનુપમાના જીવનને ચકાચક બનાવશે બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન, કરશે અનુપમા શોમાં ધમાકેદાર એન્ટ્રી

અનુપમા શો ટેલિવિઝનનો સૌથી વધુ ચર્ચિત શો છે, આ શોએ ટીઆરપીમાં પહેલેથી જોરદાર પોતાનો દબદબો બનાવેલો છે. આ શોની ફેન ફોલોઈંગ ખૂબ જ વધારે છે અને શોને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. હવે આ શોમાં ટૂંક સમયમાં જ બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન આવવાની છે. રીપોર્ટ અનુસાર, અભિનેત્રી સારા અલી ખાન આગામી એપિસોડમાં જોવા મળશે. સારા અનુપમાના સેટ પર તેની આગામી ફિલ્મ ‘અતરંગી રે’નું પ્રમોશન કરતી જોવા મળશે. અભિનેત્રીઓ વચ્ચે એક રસપ્રદ સીન હોઈ શકે છે. સારા અલી ખાન અને રૂપાલી ગાંગુલીનું પણ કનેક્શન છે.

રૂપાલીના રિયલ ભાઈ વિજય ગાંગુલીએ સારાનો પહેલો સોલો ડાન્સ નંબર ‘ચકા ચક’ કોરિયોગ્રાફ કર્યો છે. આ ગીત પહેલેથી જ સુપરહિટ છે અને લોકો આ ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે. સારાના અભિનય અને વિજયની કોરિયોગ્રાફી બંનેના ખૂબ વખાણ થઇ રહ્યા છે. ટૂંક સમયમાં સારા અલી ખાન સિરિયલ અનુપમામાં ગ્રાન્ડ એન્ટ્રી કરશે. આ દરમિયાન સારા અલી ખાન અનુપમાને પ્રેમનો પાઠ ભણાવવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે સારા અલી ખાન સિરિયલ અનુપમામાં તેની ફિલ્મ અતરંગી રેનું પ્રમોશન કરતી જોવા મળી હતી.

જો કે આ દરમિયાન ધનુષ અને અક્ષય કુમાર સારા અલી ખાન સાથે જોવા મળ્યા ન હતા. અનુપમા સિરિયલના સેટ પર સારા અલી ખાન તેની ફિલ્મના ચકા ચક ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. સારા અલી ખાનના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. અનુપમા અને સારા અલી ખાન એક મંદિરમાં મળશે. આ દરમિયાન સારા અલી ખાન અને અનુપમા સાથે ડાંસ કરતા જોવા મળશે.

અનુપમા સિરિયલના સેટ પર સારા અલી ખાન અતરંગી રેના લુકમાં જોવા મળી હતી. સારા અલી ખાન પોપટ ગ્રીન કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. સારા અલી ખાન અને રૂપાલી ગાંગુલીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. હવે ચાહકો સારા અલી ખાન અને અનુપમાને એકસાથે જોવાની રાહ જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

Shah Jina