મનોરંજન

ખાનની દીકરીએ બેકલેસ બ્લાઉસમાં કરાવ્યુ ફોટોશુટ, તસવીરો જોઇ હટાવી નહિ શકો નજર

સારા અલી ખાનના આ આઉટફિટને જોઇ ખરાબ રીતે ભડક્યા ચાહકો, મનીષ મલ્હોત્રાને પણ લપેટ્યો

બોલિવૂડ અભિનેત્રી સારા અલીખાન તેમના લેટેસ્ટ ફોટોશૂટને લઇને સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. સારાએ સફેદ રંગના લહેંગામાં ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશુટમાં તેણે જે બ્લાઉઝ પહેર્યો છે તે ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.

સારા અલી ખાને મનીષ મલ્હોત્રાના ખૂબસુરત લહેંગામાં ફોટોશૂટ કરાવ્યુ છે. તેની આ તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે. ચાહકોને સારાની આ તસવીરો ઘણી પસંદ આવી રહી છે.

તસવીરોમાં સારા અલી ખાન ખૂબ જ ખૂબસુરત લહેંગામાં જોવા મળી રહી છે. તે ખૂબ જ જબરદસ્ત અંદાજમાં તેની બેક ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. કેટલીક તસવીરોમાં તે તેનો લહેંગો પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

સારાની આ તસવીરોની ઘણા લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે, તો ત્યાં કેટલાક લોકો તેના આ બેકલેસ બ્લાાઉસને લઇને ટ્રોલ પણ કરી રહ્યા છે. ઘણા લોકોએ તેની મજાક પણ ઉડાવી છે અને કેટલાક લોકો એવું કહી રહ્યા છે, કે આ બ્લાઉસ કેવી રીતે ટકેલો છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

તમને જણાવી દઇએ કે, સારાના બેકલેસ બ્લાઉસમાં પાછળ ટ્રાંજી નેટ લાગેલી છે, જેનાથી બ્લાઉસ ટકેલો છે અને આ જ ટ્રાંજી નેટ તેના બ્લાઉસને બેકલેસ વાળી ફીલ પણ આપી રહ્યો છે. આ ઉપરાંત સારાએ હાલમાં જ તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી, જેને ચાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

સારાએ મનીષ મલ્હોત્રાના લેટેસ્ટ કલેકશનમાં કેટલીક તસવીરો ક્લિક કરાવી છે. સારાએ એકથી ચઢિયાતા એક લહેંગામાં તસવીરો ક્લિક કરાવી છે. જેની તસવીરો મનીષ મલ્હોત્રા અને સારાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

સારાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેની અપકમિંગ ફિલ્મ “અતરંગી રે” છે. જેમાં તે અક્ષય કુમાર અને ધનુષ સાથે જોવા મળશે. આ ફિલ્મને આનંદ એલ રાય ડિરેક્ટ કરી રહ્યા છે. છેલ્લે સારા વરુણ ધવન સાથે “કુલી નંબર 1″માં જોવા મળી હતી.