અભિનેતા સૈફ અલી ખાનની દીકરી બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન હંમેશા તેના ફેન્સ સાથે સારી રીતે વર્તે છે. ફેન્સને સેલ્ફી આપવી હોય કે પછી પાપારાઝી માટે પોઝ આપવા હોય, તે હંમેશા હસતા ચહેરે તેમની ઈચ્છાઓ પુરી કરે છે. પણ તેના હસતા ચહેરા પર ત્યારે થોડું અસહજતા દેખાઈ જયારે એક ચાહકે તેની વધુ નજીક આવવાની કોશિશ કરી.
View this post on Instagram
તાજેતરમાં જ સારા અલી ખાન ન્યૂયોર્કથી ભારત પરત ફરી છે અને તેને ચાહકોએ તેને એરપોર્ટ પર જ ઘેરી લીધી હતી. ચાહકોએ સારા સાથે સેલ્ફી લેવાની ઈચ્છા વ્યક્ત કરી અને સારાએ પણ કોઈને નાખુશ ન કર્યા અને ઘણા ચાહકોને તેની સાથે સેલ્ફી લેવા દીધી. સારા એક પછી એક બધા સાથે ફોટોગ્રાફ ક્લિક કરાવી રહી હતી કે આ દરમિયાન એક ફેનની હરકત સારાને પસંદ ન આવી
અને તેને ખૂબ જ અજીબ પણ લાગ્યું. એક ચાહક સારાની ખૂબ જ નજીક આવ્યો અને તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરવા લાગ્યો.
જ્યારે તે ચાહકે પહેલા સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે સારાએ તેને થોડોક દૂર રહેવાનું કહ્યું. આમ છતાં તેણે સારાની નજીક જવાની કોશિશ કરી. સારાએ આ પરિસ્થિતિને ખૂબ જ સારી રીતે સંભાળી અને પછી તેની સાથે સેલ્ફી લીધી. આ ઘટના પછી સારા થોડી અસહજ થઇ ગઈ હતી.
View this post on Instagram
આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં સેલ્ફી લેતી વખતે એક ફેન તેની ખૂબ નજીક આવવા પર તે પાછળ હટતી જોવા મળી રહી છે. જોકે, સારાએ સેલ્ફી માટે થોડા door રહીને ફરીથી પોઝ આપ્યો. સોશિયલ મીડિયા પર વીડિયો જોનારા ચાહકોએ પણ આ વાતની નોંધ લીધી. તેમણે આ વિડીયો પર કૉમેન્ટ કરીને તે ફેનની આલોચના કરી છે અને આને ખોટું ગણાવ્યું છે. તે જ સમયે, એક પ્રશંસકે લખ્યું કે આ માણસ સારાના હાથને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
View this post on Instagram
People say ‘a leopard can’t change its spots.’ Ever thought- maybe it doesn’t want to??? 🐆🐾🙌🏻🤷♀️🥇🔝
જો કે એરપોર્ટથી બહાર નીકળવા દરમ્યાન સારા એકદમ એનર્જેટિક દેખાઈ હતી અને તેણે ટ્રેક પેન્ટ અને સફેદ ટી-શર્ટ પહેરી હતી.
View this post on Instagram
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.