સૈફ અલી ખાન અને અમૃતા સિંહની લાડલી સારા અલી ખાન કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. સારા અલી ખાન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

સારા અલી ખાન તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલ તો સારા અલી ખાન તેના મિત્રો સાથે વેકેશન માણી રહી છે.

સારા અલી ખાને કુલી નંબર 1ના શૂટિંગમાંથી બ્રેક લઈને વેકેશન માણવા માટે ન્યુયોર્ક પહોંચી છે. સારા અલી ખાન લગાતાર તેની વેકેશનની તસ્વીર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી રહી છે.

27 વર્ષની સારા અલી ખાને થોડી તસ્વીર તેની સ્ટોરી પર અપલોડ કરી છે તો થોડી તસ્વીર પોસ્ટ કરી છે. શેર કરેલી તસ્વીરમાં સારા તેની બહેનપણીઓ સાથે ખાતી-પીતી, ચીલ કરતી અને પાર્ટી કરતી નજરે ચડે છે.

એક તસ્વીરમાં સારાએ બાલ્કનીમાંથી સવારના દ્રશ્યો કેમેરામાં કંડાર્યા છે. તો બીજી તસ્વીરમાં તેના મિત્રો સાથે જોવા મળે છે.

તો અન્ય એક તસ્વીરમાં સારા અલી ખાન પાઉટ બનાવી રહી છે. જેમાં તે બ્લેક લિપસ્ટિકમાં નજરે આવી રહી છે.

તો અન્ય એક તસ્વીરમાં સારા અલી ખાન લૈપ પોસ્ટથી ટેક લઈને ફોટો ખેંચાવી રહી છે. આ બધી તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

આ તસ્વીરને 1 મિલિયન લોકો લાઈક કરી ચુક્યા છે અને હજારો લોકો કમેન્ટ કરી ચુક્યા છે.જણાવી દઈએ કે, આ પહેલા સારા અલી ખાન મીની વેકેશન માણવા માટે શ્રીલંકા ગઈ હતી.

આ વેકેશનમાં તેની સાથે તેની માતા અમૃતા સિંહ અને તેનો ભાઈ ઇબ્રાહિમ અલી ખાન હતા. સારા અલી ખાને શ્રીલંકા પ્રવાસ દરમિયાન ખુદને લેડી ઈન લંકાનું નામ આપ્યું હતું.

હાલ સારા અલી ખાન કુલી નંબર-1ના સિક્વલના શૂટિંગમાંથી સમય કાઢીને વેકેશન માણવા તેની મિત્રો સાથે ન્યુયોર્ક પહોંચી છે.

સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે વરુણ ધવન સાથે 1995માં આવેલી કુલી નં-1ના રીમેકમાં શૂટિંગ કરી રહી છે.

આ શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવી છે. આ ફિલ્મને ડેવિડ ધવન ડાયરેક્ટ કરે છે. આ ફિલ્મ 1 મે 2020ના રોજ રીલિઝ કરવામાં આવશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.