મનોરંજન

જયારે સૈફની દીકરીને ભિખારણ સમજીને આપવા લાગ્યા પૈસા, ખુદ સારા અલી ખાને જણાવ્યું કારણ

સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિહની દીકરી સારા અલી ખાનનો એક જુનો ઈન્ટરવ્યું આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં સારા તેના બાળપણનો એક મજેદાર કિસ્સો સંભળાવતી નજરે ચડે છે. ઈન્ટરવ્યુમાં સારાને બાળપણમાં લોકોએ તેને ભીખારી સમજીને પૈસા આપવા લાગ્યા હતા.આ ઇન્ટરવ્યૂ દરમિયાન સારા અલી ખાનનો ભાઈ ઇબ્રાહિમ પણ હાજર હતો.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan FC (@__saraalikhaan__)

આ વીડિયોમાં સારા જણાવી રહી છે કે, તે એક વાર રસ્તા પર ડાન્સ કરી રહી હતી ત્યારે લોકોએ તેને ભિખારી સમજીને પૈસા આપવા લાગ્યા હતા. આ પૈસા સારાએ રાખી પણ લીધા હતા. સારા અલી ખાન આ વીડિયોમાં એ કહેતી નજરે ચડી રહી છે, એક વાર તે પિતા સૈફ અલી ખાન, માતા અમૃતા સિંહ અને ભાઈ ઇબ્રાહિમ સાથે આઉટિંગ પર નીકળી હતી. આ દરમિયાન મમ્મી અને પપ્પા કંઈક ખરીદવા માટે શોપની અંદર ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan FC (@__saraalikhaan__)

શોપની બહાર હું, ભાઈ અને હાઉસ હેલ્પર સાથે ઉભી હતી. મેં અચાનક ડાન્સ કરવાનું ચાલુ કરી દીધું હતું. લોકોએ મને આ જોઈને પૈસા આપવા લાગ્યા હતા. આ લોકોને લાગી રહ્યું હતું કે, હું ભીખ માંગી રહી છું. આ પૈસા રાખી લીધા હતા. મને મહેસુસ થયું કે, પૈસા મળી રહ્યા છે તો કંઈ પણ કરી લો. આ બાદ ફરી મેં ડાન્સ કરવાનું શરૂ કર્યું હતું.

જણાવી દઇએ કે સૈફ અલી ખાને 1991માં સારાની માતા અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. સારાનો જન્મ લગ્નના 4 વર્ષ પછી 1995માં થયો હતો. જોકે, સૈફ અને અમૃતાના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા અને 13 વર્ષ પછી 2004માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan FC (@__saraalikhaan__)

સૈફ માટે અમૃતાથી અલગ થવું એટલું સરળ નહોતું. આ વાતનો તેમણે એક ઇન્ટરવ્યુ દરમિયાન ઉલ્લેખ કર્યો હતો. સૈફે જણાવ્યું કે તે લગ્નના તૂટવાથી ખૂબ નારાજ હતો. સૈફે કહ્યું હતું કે, તે તેના બાળકોને ખૂબ જ યાદ કરતો હતો અને સારા અને ઇબ્રાહિમ બંનેના ફોટા વોલેટમાં રાખતો હતો. બાળકોની તસવીરો જોઇને તે ઘણી વાર રડતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan FC (@__saraalikhaan__)

સૈફે જણાવ્યું કે, જ્યારે અમૃતા સિંહે બંને બાળકોની કસ્ટડી માંગી ત્યારે તેઓ ચોંકી ગયો હતો. સૈફ તેમના બાળકોથી દૂર રહેવા માંગતા ન હતા. પરંતુ છૂટાછેડા પછી પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે સૈફ તેમના બાળકોને પણ મળી શક્યા ન હતા.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan FC (@__saraalikhaan__)

12 ઓગસ્ટ 1995 ના રોજ મુંબઇમાં જન્મેલા સારાએ 2018 માં ફિલ્મ ‘કેદારનાથ’ થી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સારા બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી. સારા અલી ખાનને આ ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યૂ ફીમેલ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી સારા અલી ખાન ‘સિમ્બા’ અને ‘લવ આજકાલ’ માં જોવા મળી હતી.

સારાની આગામી ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં ‘કુલી નંબર વન’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં સારા વરુણ ધવનની સાથે મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. આ સિવાય અભિનેત્રી અતરંગી રેમાં પણ જોવા મળશે. અમૃતાથી અલગ થયા બાદ 8 વર્ષ બાદ સૈફે 2012માં પોતાના કરતા 10 વર્ષ નાની કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા.