મનોરંજન

બાળપણથી જ ખુબ જ ક્યૂટ છે સારા, જુઓ તમે ક્યારેય ન જોયેલી 10 તસ્વીરો

બોલીવુડમાં હાલના સમયે સૌથી વધારે જો કોઈ સ્ટાર કિડની ચર્ચા છે તો તે સારા અલી ખાન છે. લગાતાર પોતાની બે ફિલ્મોથી સારા એ દરેકને દીવાના બનાવી લીધા છે. તે પોતાની સાથેના દરેક સ્ટાર કિડ્સથી અનેક ગણી વધારે લોકપ્રિય બની ગઈ છે. કેદારનાથ અને સિમ્બા જેવી હિટ ફિલ્મો આપીને સારાએ સાબિત કરી દીધું છે કે તે એક સારી અને બેસ્ટ અભિનેત્રી છે. ચુલબુલી દેખાતી સારા અલી ખાન બાળપણથી એકદમ ક્યૂટ છે, આજે અમે તમને સારા અલી ખાનની અમુક ક્યૂટ તસ્વીરો દેખાડીશું.

બોલીવુડના નવાબ સૈફ અલી ખાન અને અભિનેત્રી અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન આજે દરેકના દિલોમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી ચુકી છે. સોશિયલ મીડિયા પર પણ તેના ફેન્સની સંખ્યા વધતી જઈ રહી છે.

Image Source

સારાનો જન્મ 1993 માં મુંબઈમાં થયો હતો. પહેલા તેનું વજન ખુબ જ વધારે હતું પણ તેણે પોતાના ફિટનેસ પર ખુબ ધ્યાન આપ્યું હતું. આજે તે પોતાની સુંદરતાથી બૉલીવુડની અન્ય અભિનેત્રીઓને પણ પાછળ છોડી દીધી છે. 25 વર્ષની સારા આજે કામિયાબીના શિખર પર પહોંચી ગઈ છે.

Image Source

સારા અલી ખાનની અંદર એક ગજબનું કોન્ફિડેન્સ લેવલ છે. આ સમયે સારાની પાસે ફિલ્મોના અન્ય ઘણા પ્રોજેક્ટ છે, આ વાતનો શ્રેય તેની માં અમૃતા સિંહને જાય છે. અમૃતા સિંહે સારાનો માત્ર ઉછેર જ નથી કર્યો પણ તેના સંસ્કારો પણ સ્પષ્ટ નજરમાં આવે છે.

Image Source

ફિલ્મોમાં આવતા પહેલા જ તેઓની ફેન ફોલોઇંગ ખુબ જબરદસ્ત છે. ફેન્સ તેની નેચરલ બ્યુટીના ખુબ દીવાના છે. સારા અલી ખાન એક નવાબી ખાનદાનથી છે છતાં પણ તે એકદમ સિમ્પલ જીવનશૈલી માં જ વિશ્વાશ રાખે છે. સારા પોતાના ભાઈ ઇબ્રાહિમની પણ ખુબ નજીક છે.

Image Source

જ્યારે સારા 11 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થઇ ગયા હતા, છૂટાછેડા પછી અમૃતાએ જ સારાને ઉછેરીને મોટી કરી હતી.

Image Source

પિતા સૈફ અલી ખાન પણ થોડા થોડા સમયે સારાને મળતા રહે છે. આ સિવાય સારા અને સૈફ અલી ખાન ઇવેન્ટ કે પાર્ટીમાં સાથે નજરમાં આવે છે.

Image Source

સારા ખાન બાળપણથી જ ખુબ જ ક્યૂટ છે.પણ ફિલ્મોમાં આવવા માટે તેમણે પોતાનું વજન ખુબ જ ઓછું કરી લીધું છે અને એકદમ ગ્લેમર બની ગઈ છે.

સૈફ અલી ખાન અને સારાની આ તસ્વીર ખુબજ ક્યૂટ છે.

Image Source

સૈફ અને અમૃતાની સાથે સારા અને ઈબ્રાહીમ, બંનેની બાળપણની તસ્વીર.

Image Source

સારા અને ઈબ્રાહીમની બાળપંણની તસ્વીર જેમાં બંને સાથે રૂમમાં પોઝ આપતા નજરમાં આવી રહ્યા છે.

Image Source

બાળપંણથી લઈને અત્યાર સુધી સારા મોટાભાગે પિતા સૈફની સાથે નજરમાં આવે છે.

Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.