ખબર મનોરંજન

સારા અલી ખાને શેર કરી ઇબ્રાહિમ સાથે તસ્વીર, લખ્યો પ્રેમભર્યો મેસેજ

પહેલા ભાઈ સાથે બિકીની પહેરીને ફોટો પડાવતા ટ્રોલ થઇ હવે દિવાળી પર સંસ્કારી ટ્રેડિશનલમાં જોવા મળી, જુઓ તસ્વીરો

છેલ્લા થોડા સમયથી એક્ટ્રેસ સારા અલી ખાનના જીવનમાં ઘણી મુશ્કેલી આવી રહી છે. ડ્રગ્સ મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. હાલ તો સારા તણાવમાંથી બહાર આવી ચુકી છે. સોમવારે દેશભરમાં ભાઇબીજનો તહેવાર મનાવવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ibrahim Ali Khan (@iakpataudi)

આ ખાસ દિવસે બૉલીવુડ સેલેબ્સએ પણ તેના ભાઈ-બહેન માટે સ્પેશિયલ પોસ્ટ કરી હતી. સારા અને ઇબ્રાહિમએ પણ પારંપરિક રીતે ભાઈબીજની ઉજવણી કરી હતી. સારાએ આ ખાસ દિવસે તેના ભાઈ સાથે એક તસ્વીર શેર કરી સ્પેશિયલ મેસેજ પણ લખ્યો હતો.

Image source

સારાએ તસ્વીર શેર કરી છે તેમાં ભાઈ-બહેન ટ્રેડિશનલ લુકમાં નજરે આવી રહ્યા છે. સારાએ બ્લુ અને ગોલ્ડન કલરનું શૂટ પહેર્યું છે તો ઇબ્રાહિમે ક્રીમ કલરનો કુર્તા-પાયજામા પહેર્યું છે. બંને ભાઈ-બહેન સાથે બહુ જ સરસ લાગે છે.

Image source

આ તસ્વીર શેર કરતા સારાએ લખ્યું હતું કે, બધા ભાઈ-બહેનને હેપી ભાઈબીજ. હું તને યાદ કરી રહી છું ઇબ્રાહિમ. તને ફરીથી પરેશાન કરવાની રાહ જોઈ રહી છું.

Image source

જણાવી દઈએ કે, ઇબ્રાહિમને બહેન સારાની જેમ અભિનય કરવાનું પસંદ કરે છે. થોડા દિવસો પહેલા સારાને તેના ભાઈની બોલિવૂડ એન્ટ્રી વિશે પૂછવામાં આવ્યું હતું, તેણે કહ્યું હતું કે, ‘ઇબ્રાહિમ બોલીવુડમાં આવવા માંગે છે. પરંતુ પહેલા તે અભ્યાસ પૂરો કરશે. તો જ તે પ્રોફેશનલ એક્ટર બનવાનું વિચારી શકે છે.’

Image source

સારાએ કહ્યું હતું કે તે પહેલા ફિલ્મના અભ્યાસ માટે વિદેશ જશે, ત્યારબાદ નક્કી થશે કે ક્યારે એન્ટ્રી કરશે.
સારાને ફરીથી પૂછવામાં આવ્યું કે તેણી તેના ભાઇને લોંચ કરશે કે નહીં, તેણે કહ્યું, ‘મને ખબર નથી કે હું તેને લોન્ચ કરું છું કે નહીં. આ એક વિકલ્પ હોઈ શકે છે. પરંતુ ફિલ્મની કરિયર ખૂબ મોટી છે. ઇબ્રાહિમ ફિલ્મોમાં આવવા માટે ઉત્સાહિત છે.

એક ઇન્ટરવ્યુમાં ઇબ્રાહિમે બહેન સારા વિશે કહ્યું હતું કે, ‘અમારી વચ્ચે લગભગ 5 વર્ષનો તફાવત છે, પરંતુ અમે એક બીજાને ખૂબ જ પ્રેમ કરીએ છે અને દરેક પળને ખુલ્લેઆમ જીવીએ છીએ. અમે એક બીજાના મિત્રો પણ છીએ. ‘

 

View this post on Instagram

 

A post shared by Ibrahim Ali Khan (@iakpataudi)

સારાની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો હાલમાં જ સમાચાર આવ્યા કે સારા ટૂંક સમયમાં આયુષ્માન ખુરાના સાથે કામ કરશે. આ ફિલ્મ 2021 માં રિલીઝ થઇ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Ibrahim Ali Khan (@iakpataudi)

સારાએ આ પહેલા ફિલ્મ ‘કુલી નં. 1 ‘વરુણ ધવનની સાથે જોવા મળશે. આ ફિલ્મ કોરોના વાયરસના કારણે રિલીઝ થઈ નથી. આ સિવાય તેઓ ડિરેક્ટર આનંદ એલ. રાયની ફિલ્મ ‘અતરંગી રે’ નું શૂટિંગ પૂર્ણ થવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર અને ધનુષ જોવા મળશે.