પટૌડી પરિવારની લાડલી સારા અલી ખાને ન પહેરવાનો ડ્રેસ પહેર્યો, કિંમત જાણીને ધોળે દિવસે તારા દેખાઈ જશે

સારાનો આ હોટ હોટ ડ્રેસની કિંમત જાણીને ધોળે દિવસે તારા દેખાઈ જશે

બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે ઓછા સમયમાં લોકોના દિલોમાં ખાસ ઓળખ બનાવી લીધી છે. આ લિસ્ટમાં સૈફ અલી ખાન અને અમૃતા સિંહની લાડલી સારા અલી ખાનનું નામ પણ સામેલ છે. સારાએ બોલિવુડમાં ફિલ્મ કેદારનાથથી ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેની સાથે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હતા. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મથી જ સારા ચર્ચામાં આવી ગઇ હતી.

સારાએ તે બાદથી ક્યારેય પાછુ વળીને જોયુ નથી. કેદારનાથ બાદ તેણે રણવીર સિંહ સાથે સિમ્બા, અક્ષય કુમાર અને ધનુષ સાથે અતરંગી રે તથા વરુણ ધવન સાથે કુલી નંબર 1માં કામ કર્યુ હતુ.આ ઉપરાંત સારાએ કાર્તિક આર્યન સાથે લવ આજ કલ 2માં પણ કામ કર્યુ હતુ. સારા હાલ તેના કરિયરમાં આગળ વધી રહી છે. સારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની તેમજ પરિવાર અને મિત્રો સાથેની તસવીરો પણ શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by BOLLYWOODSCREEN (@bollywoodscreen)

હાલમાં જ સારાને મુંબઇમાં એક ઇવેન્ટમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે બ્લેક થાઇ હાઇટ સ્લિટ કટ આઉટ ડ્રેસ પહેર્યો હતો. સારાનો આ ઇવેન્ટમાં ઘણો જ બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. બ્લેક કટ આઉટ થાઇ સ્લિટ ડ્રેસમાં સારાને જોઇને બધાની નજર તેના પર જ અટકી ગઇ હતી. સારાના સિઝલિંગ લુકની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.

સારાના આ ડ્રેસની કિંમત લાખોમાં છે. ઇવેન્ટમાં સારાએ ડેવિડ કોમાનો ટ્યુલ ઇંસર્ટ અને ક્રિસ્ટલ મિડી ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસની કિંમત લગભગ 1 લાખ રૂપિયા છે. જો તમને સારાનો આ આઉટફિટ પસંદ આવ્યો છે તો તમારે તેના માટે એક લાખ રૂપિયા ખર્ચવા પડશે.

Shah Jina