સારા અલી ખાન અને વિક્રાંત આવ્યા ગુજરાતની મુલાકાતે, દ્વારકાધીશના ચરણોમાં નમાવ્યું માથું, જુઓ વીડિયો

બોલીવુડના કલાકારો છેલ્લા ઘણા સમયથી ગુજરાતની મુલાકાતે આવી ચઢ્યા છે, ઘણા કલાકાર શૂટિંગ માટે આવતા હોય છે તો ઘણા કલાકારો પ્રવાસન સ્થળોનો આનંદ માણવા માટે આવતા હોય છે, તો ઘણા દેવ મંદિરોમાં માથું ટેકવવા પણ આવતા હોય છે, ત્યારે હાલમાં જ ગુજરાતની મુલાકાતે અભિનેત્રી સારા અલી ખાન અને અભિનેતા વિક્રાંત મેસી આવ્યા હતા.

સારા અને વિક્રાંતને દેવભૂમિ દ્વારકામાં પોસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યાં તેમને દ્વારકાધીશના મંદિરમાં માથું ટેકવ્યું હતું, જેનો એક વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તેમના દ્વારિકા આવવાના સમાચાર આવવાની સાથે જ તેમના ચાહકોનું ઘોડાપુર મંદિરની બહાર ઉભું થઇ ગયું હતું.

દ્વારિકાધીશના દર્શને પહોંચેલી સારા અલી ખાને ગળામાં ખેસ પહેર્યો હતો, તેને મંદિરમાં જઈને પૂજા અર્ચના પણ કરી હતી, દ્વારિકાધીશના દર્શન કર્યા બાદ સારા અલી ખાને મંદિરની વિઝીટર બુકમાં નોંધણ પણ કરી હતી. દ્વારિકા મંદિરમાં દર્શન કર્યા બાદ તે નાગેશ્વર જવા માટે રવાના થઇ હતી અને ત્યાં પણ તેને પૂજા અર્ચના કરી હતી.

તમને જણાવી દઈએ કે આ બંને કલાકારો હાલ ગુજરાતમાં તેમની ફિલ્મના શૂટિંગ માટે આવી પહોંચ્યા છે. તેમની આવનારી ફિલ્મ “ગેસલાઈટ”નું શૂટિંગ વાંકાનેરના પેલેસમાં છેલ્લા ઘણા દિવસથી ચાલી રહ્યું છે, આ દરમિયાન તે મોરબીમાં રોકાયા છે અને મોરબીથી વાંકાનેર તેઓ રોજ ટ્રાવેલ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ શૂટિંગમાં સારા અલી ખાન અને વિક્રત મેસી સિવાય ચિત્રાગંદા સિંહ પણ છે. આ બધા જ કલાકારો મોરબીની હોટલ સરોવર પોર્ટિકા હોટલમાં રોકાયા છે, અને મોરબીની આસપાસના સ્થળો ઉપર પણ સ્પોટ થતા નજર આવે છે. તેમની એક ઝલક જોવા માટે ચાહકો પણ ખુબ જ ઉત્સાહિત થતા હોય છે અને તેમના શૂટિંગ સ્થળ અને જ્યાં તે જાય છે ત્યાં પણ ચાહકો પહોંચી જાય છે.

Niraj Patel