મનોરંજન

નદી કિનારે સુંદર લોકેશનની એકબીજા માં ખોવાયેલા અને મજા માણતા કાર્તિક અને સારા જોવા મળ્યાં, ક્લિક કરીને જુવો તસવીરો

બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરવાવાળી સારા અલી ખાન તેની પહેલી ફિલ્મથી છવાઈ ગઈ હતી. સારા આજકાલ ઘણા ફિલ્મી પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી છે. જેમાં સૌથી ઉપર હોય તો તે છે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજકાલ-2 આ ફિલ્મનું શૂટિંગ હાલમાં હિમાચલમાં ચાલી રહ્યું છે. ફિલ્મના સેટ પરથી સારા અને લીડ એક્ટર કાર્તિક આર્યનના ફોટો વાયરલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

#kartikaaryan #saraalikhan #bollywoodactoractress #bollywoodhot #bollywood

A post shared by Double update (@doubleupdatess) on


થોડા દિવસ પહેલા જ સારાએ દિલ્લીમાં ફિલ્મ લવઆજકાલ-2નું શુટીંગ પૂર્ણ કર્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ દિલમાં પૂર્ણ થયા બાદ સારાને બેસ્ટ ડેબ્યુ સ્ટાર એવોર્ડ મળવાનો જશ્ન કાર્તિક આર્યન અને ફિલ્મની પુરી ટિમ સાથે મનાવ્યો હતો.


સારા અલીખાન ના એક પેજ પર સારા અને આર્યન કાર્તિકની ફોટો શેર કરી છે.આ ફોટોમાં બન્ને હિમાચલી લુકમાં નજરે આવે છે. બન્નેએ હિમાચલી ટોપી પહેરી છે. આ ફોટોમાં બન્નેએ કેમેરાની સામે જ પોઝ આપ્યા છે. આ ફોટોમાં બન્ને બહુજ સુંદર દેખાઈ છે.સાથે સાથે ક્યૂટ પણ લાગે છે.
વાયરલ થયેલા ફોટોમાં સારા અને કાર્તિક બન્ને સ્માઈલ કરતા નજરે ચડે છે. કાર્તિકે વ્હાઇટ કલરની ટીશર્ટ પહેરી છે. જેમાં લાલ કલર પણ છે. તેના સિવાય સારા કાર્તિકના ખંભા પર માથું રાખતી નજરે આવે છે.


થોડા દિવસ પહેલા જ સારા અને કાર્તિક આર્યન સિમલાના રસ્તા પર જોવા મળ્યા હતા. બન્નેએ તેના ચહેરાને ઢાંકીને રાખ્યા હતા.જેથી કોઈ  જોઈને શકે તો પણ ફેન્સ તેમને ઓળખી ગયા હતા.
ફિલ્મના સેટ પરથી સૌથી પહેલા સારા અને કાર્તિકના રોમેન્ટિક સીન ફેન પેજ પર વાયરલ થયા હતા. જેમાં બન્નેન લિપલોક સીન શૂટ કરવામાં આવી રહ્યો હતો. ત્યારબાદ ફિલ્મના શૂટિંગની ઘણી ફોટો વાયરલ થઈ ચુકી છે.


કાર્તિક આર્યનને ‘પ્યાર કા પંચનામા’ફિલ્મના રોલ માટે જાણીતો છે. કાર્તિકની હાલમાંજ રિલીઝ થયેલી ‘લૂકા છુપી’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. સારા અલીખાનની હેલી ફિલ્મ કેદારનાથની પણ તારીફ કરવામાં આવી હતી. જયારે સારાની બીજી ફિલ્મ સિમ્બાએ પણ બોક્સ ઓફિસમાં ધૂમ કમાણી કરી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks