કાર્તિક આર્યન અને સારા અલી ખાન આજકાલ ઈમ્તિયાઝ અલીની અપકમિંગ ફિલ્મ લવઆજકાલ-2ના શૂટિંગમાં વ્યસ્ત છે. જેને લઈને આર્યન અને સારા કાફી ચર્ચામાં છે. પરંતુ એના સિવાય આર્યન કાર્તિક અને સારા અલી ખાન તેના ડેટિંગને લઈને પણ ચર્ચામાં છે.
આજકાલ લવ આજકાલ 2ના સેટ પરથી સારા અલીખાન અને આર્યન કાર્તિકની ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. હાલમાં સારા અલીખાન અને કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ લવઆજકાલ 2ના શૂટિંગમાં સિમલામાં વ્યસ્ત છે.
હાલમાં જ સારા અલીખાન અને કાર્તિક આર્યન બીજી વાર સ્પોટ થયા હતા. બન્ને સિમલાના રસ્તાઓ પર મોઢું ઢાંકીને ફરી રહ્યા હતા. કાર્તિક અને સારાનો મોઢું ઢાંકેલો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.મોઢું ઢાંકવાને કારણે અમુક લોકો સારા અને કાર્તિકને ઓળખી નથી શકતા તો અમુક લોકો આસાનીથી ઓળખી જાય છે.
કાર્તિક આર્યન અને સારા અલી ખાને તેના ફેન્સ સાથે પોઝ આપી સેલ્ફી પણ લીધી હતી. લવ આજકાલ2 માં કાર્તિક આર્યન અને સારા અલી ખાન લીડ રીલમાં જોવા મળશે.તો રણદીપ હુડ્ડા પણ ભૂમિકામાં હશે.ફિલ્મનો થોડો હિસ્સો મુંબઈ અને દિલ્લીએ શૂટ થઇ ગયો છે.
લવઆજકાલ સિવાય સારા અલી ખાનની આગળની ફિલ્મ વરુણ ધવન સાથે હશે. સારા અલીખાન અને વરુણ ધવનની ફિલ્મ ગોવિંદા અને કરિશ્મા કપૂરની ફિલ્મ ફૂલી નંબર 1 ની રિમેક છે. તો કાર્તિક આર્યનની બીજી ફિલ્મ પતિ, પત્ની ઓર વોમાં નજરે આવશે. પતિ,પત્ની ઓર વોમાં કાર્તિક આર્યન અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર સાથે રોમાન્સ કરતો દેખાશે.
આ પહેલા પણ કાર્તિક આર્યન અને સારા અલિ ખાન ઈદના દિવસે મસ્જિદ બહાર ઈદ માનવતા નજરે ચડ્યા હતા. ત્યારે આર્યન કાર્તિકે જ તે પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ