ગુજરાતમાં જ વાદળો વચ્ચે છુપાયેલી છે આ સ્પેશિયલ ફરવાની જગ્યા, અસલી સૌંદર્ય માણવું હોય તો પહોંચી જાઓ અત્યારે

ગુજરાતમાં જો તમે અહીંયા નથી ગયા તો જીવન નકામું છે, વન ડે રિસોર્ટમાં 5,000 બગાડવા કરતા કુદરતના આ ખોળે જઈ આવો જીવન ધન્ય થઇ જશે

આ વર્ષે તો ગુજરાતમાં સારો એવો વરસાદ થયો છે અને ઘણી જગ્યાએ તો સુંદરતા પણ સોળે કલાએ ખીલી ઉઠી છે. ત્યારે ગુજરાતનું કાશ્મીર કહેવાતા હાલ સાપુતારા પણ સોળે કળાઓ ખીલી ઉઠ્યુ છે. આ હિલ સ્ટેશન પર હાલ ભગવાને છુટ્ટા હાથે સુંદરતા વેરી છે. જ્યારથી ચોમાસાનો વરસાદ થાય ત્યારથી જ સાપુતારા સ્વર્ગ જેવુ લાગે છે. ત્યારે ગુજરાત સરકાર આ સ્વર્ગને માણવા માટે ખાસ ઉત્સવનુ આયોજન કરે છે.

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં પ્રવાસીઓને અને ફરવાના શોખીનો માટે આકર્ષક જગ્યા છે. અહીં છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે ચોમાસાની ઋતુમાં મોનસૂન ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવે છે. મોનસૂન ફેસ્ટિવલમાં ઝરમર વરસાદ વચ્ચે એક્ઝિબિશન, એડવેન્ચર, સાંસ્કૃતિક કાર્યક્રમો, ફૂડ ફેસ્ટિવલ, રમતગમત, પ્રતિયોગિતાઓ અને ફ્લેશ મોબ જેવા કાર્યક્રમો પ્રવાસીઓને આકર્ષે છે.

સાથે જ બોટિંગ અને રોપ-વેનો આનંદ પણ ઉઠાવી શકાય છે.ચોમાસામાં ઉજવાતા આ ઉત્સવની તારીખ આખરે જાહેર કરી દેવાઈ છે. ચોમાસામાં કુદરતી સૌંદર્યથી સોળે કળાએ ખીલેલા સાપુતારામાં 30 જુલાઈથી “મેઘ મલ્હાર ઉત્સવ” શરૂ થશે. જે એક મહિના સુધી ચાલશે. આ ફેસ્ટિવલ એક મહિના સુધી ચાલે છે. જો કોઈ પહાડો વચ્ચે જઈને વરસાદનો આનંદ માણવા માંગતું હોય તો તેમને આ ફેસ્ટિવલની મુલાકાત અચૂકથી લેવી જોઈએ.

સાપુતારાનો એક આયોજનબદ્ધ હિલ સ્ટેશનના રૂપમાં વિકાસ કરવામાં આવ્યો છે.  જ્યાં પર્યટન વિભાગના 24 કલાક ચાલનારા સૂચના કેન્દ્ર છે. તેના સિવાય ગુજરાત પર્યટન વિભાગનું ગેસ્ટ હાઉસ, ગાર્ડન, સ્વિમિંગ પૂલ, બોલ ક્લબ, ઓડિટોરિયમ, રોપ વે અને સંગ્રહાલય પણ છે.અહીંનું તાપમાન ઉનાળામાં મહત્તમ 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ 27 ડિગ્રી સેલ્સિયસ થાય છે જયારે શિયાળામાં મહત્તમ 16 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ 10 ડિગ્રી સેલ્સિયસ જાય છે. ચોમાસાની ઋતુમાં અહીં વાર્ષિક 255 સેન્ટિમીટર વરસાદ નોંધાય છે.

આ જ કારણ છે કે દર વર્ષે અહીં સાપુતારામાં મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે, જે દરિયાઈ સપાટીથી 3,000 ફીટની ઊંચાઇએ આવેલું છે. ગુજરાત અને તેના આસપાસના વિસ્તારોમાં આ હિલસ્ટેશન ખૂબ લોકપ્રિય છે. તે પશ્ચિમ ઘાટના ડાંગ જંગલ વિસ્તાર વચ્ચે એક સપાટ વિસ્તારમાં આવ્યું છે, જે સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ છે. એવું માનવામાં આવે છે કે તે સાપના નિવાસસ્થાન ઉપર સ્થિત છે.

અહીંનો સ્થાનિક સમુદાય હોળીના દિવસે સર્પગંગા નદીના કાંઠે સાપોની તસ્વીરોની પૂજા કરે છે.ગુજરાત પર્યટન નિગમના જણાવ્યા અનુસાર છેલ્લા આઠ વર્ષોથી સાપુતારામાં મોનસૂન ફેસ્ટીવનું આયોજન કરવામાં આવે છે. જે સાપુતારાની સુંદર વર્ષા ઋતુનો આનંદ માણવા માટે પર્યટકોને પ્રોત્સાહિત કરે છે. આ ઉત્સવ દરમ્યાન ઘણા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આ ફેસ્ટિવલ દરમ્યાન પર્યટકોને અપુત્ર લેક, ગાંધી શિખર, ઇકો પોઇન્ટ, વેલી વ્યુ પોઇન્ટ, ગીર, ગિરમાળ અને માયાદેવી જળપ્રપાત, શબરીધામ, પંપા સરોવર, પાંડવ ગુફા, ઉનાઈ મંદિર, સીતવન, રતજ પ્રાપ, ધૂપગઢની નજીક ત્રિધારા, હતગઢ કિલ્લો, વન નર્સરી, અને આદિવાસી સંગ્રહાલયના ગાઇડેડ ટૂર પર લઇ જવામાં આવે છે.પર્યટનને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે અહીં મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે,

જેથી સાપુતારાને એક હિલ સ્ટેશનના રૂપમાં પ્રોત્સાહન મળે અને પ્રવાસીઓને આ વિષે જાણકારી મળે કે અહીં ઘણા બધા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક આકર્ષણ છે. મોનસૂન ઉત્સવને કારણે સાપુતારા હવે નાગપુર, પૂણે, મુંબઈ અને નાસિક જેવા નજીકના શહેરોના પર્યટકો માટે મહત્વનું સ્થળ બની ગયું છે.મોનસૂન ફેસ્ટિવલ દરમ્યાન સ્થાનીય ડાંગના લોકોને દેશ-વિદેશના લોકો સાથે મળવાનો મોકો મળે છે તથા તેમના માટે રોજગારના અવસર પેદા થાય છે.

આ દરમ્યાન કેટલાક એવા સાંસ્કુતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે કે જેનાથી પ્રવાસીઓને સ્થાનીય જનજાતિની જીવનશૈલીની જાણકારી મળે.”મેઘ મલ્હાર ઉત્સવ”ની વાત કરીએ તો, આ ઉત્સવનો પ્રારંભ મુખ્યમંત્રીના હસ્તે થશે. મહિના સુધી ચાલનારા આ ઉત્સવમાં જોડાઈ સાપુતારાના નૈસર્ગિક સૌંદર્યની મજા માણવા આવવા પ્રવાસીઓને આમંત્રણ પણ આપવામાં આવ્યુ છે.જણાવી દઇએ કે, સાપુતારા શબ્દનો અર્થ થાય છે ‘સાપનું ઘર’. પહેલાના સમયમાં સાપુતારામાં ઢગલાબંધ સાપ જોવા મળતા હતા.

જો કે આજે પણ સાપુતારાના જંગલમાં સાપનાં દર્શન દુર્લભ નથી. સાપુતારામાં ફરવાલાયક સ્થળો છે. સાપુતારા ગુજરાતમાં આવેલુ છે અને તેમ છત્તાં પણ મુંબઇથી વધારે નજીક છે. સાપુતારામાં સૌથી નજીકનું એરપોર્ટ 225 કિલોમીટર દૂર મુંબઇમાં આવેલ છે. સાપુતારાનું નજીકનું રેલવે સ્ટેશન ત્યાંથી 51 કિલોમીટર દૂર વઘઇ અને થોડે વધુ દૂર બિલિમોરા છે. બિલિમોરાથી સાપુતારા જવાની બસ મળી રહે છે.

આ ઉપરાંત પણ તમે તમારી રીતે સર્ચિંગ કરી તમે જ્યાં રહો છે ત્યાંથી તેનું અંતર અને ત્યાંથી કઇ રીતે સાપુતારા પહોંચાય તે જાણી શકો છો.શું તમે જાણો છો કે, એવી માન્યતા પણ છે કે ભગવાન રામે તેના વનવાસ દરમિયાન સાપુતારામાં થોડો સમય વિતાવ્યો હતો. એ જ સમયે શબરી સાથે એમનો ભેટો થયો હતો અને શબરીએ ભગવાન રામને બોર ખવડાવ્યા હતા.

Shah Jina