હેલ્થ

આ ગુજરાતી છોકરીએ ભૂખ્યા રહ્યા વગર 30 કિલો વજન ઉતાર્યું, અત્યારે બની ગઈ લોકો માટે રોલ મૉડલ – ટિપ્સ વાંચીને કઈંક નવું શીખશો

ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસની પુત્રી સપના વ્યાસ પટેલ મુળ ગુજરાતી યુવતી છે. હાલ તેના વીડિયો સોશ્યલ મીડિયા પર ધુમ મચાવી રહ્યા છે. વ્યવસાયે ફિટનેસ ટ્રેનર સપના વ્યાસ પટેલના વજન ઘટાડવા ઉપરાંત શરીરને સુડોળ બનાવવા માટેનાં વીડિયો ખાસા ચર્ચામાં છે.

સપના વ્યાપ પટેલ પોતે પણ પહેલા ખુબ જ ફેટ હતી. જો કે તેણે કસરત અને યોગ્ય ડાયેટિંગ દ્વારા પોતાનું શરીર ઘડાડ્યું છે. સપના વ્યાસપટેલ ભારતની સૌથી હોટ ફિટનેશ ટ્રેનરના રૂપમાં ગણવામાં આવે છે.

Image Source

હાલ તેનું શરીર ભલભલી હિરોઇનને શરમાવે તેવું સુડોળ તો છેજ સાથે સાથે તેનામાં ગજબ સ્ફુર્તી અને શક્તિ પણ જોવા મળે છે. ઘણી વખત શરીર ઘટાડવાની લ્હાઇમાં ખોરાક ઓછો થઇ જવાનાં કારણે શરીર પાતળું તો થાય છે પરંતુ નબળુ પણ પડી જતું હોય છે. જો કે સપના વ્યાસની આ ટ્રીકથી શરીરની સ્ફુર્તિ અને શક્તિ તેવી જ જળવાઇ રહેશે સાથે સાથે તેનું શરીર પણ ઘટશે.

 

સપના પટેલ 19 વર્ષની હતી ત્યારે તેનું વજન 86 કિલો હતું. માત્ર એક જ વર્ષમાં એક્સરસાઈઝ અને યોગ્ય ફૂડ હેબિટથી 33 કિલો વજન ઘટાડીને તે ચર્ચામાં આવી. પોતાના વેઈટ રિડ્યુઝનો વીડિયો તેણે યુ ટ્યુબ પર અપલોડ કર્યો અને તે સ્ટાર બની ગઈ હતી.

યુ ટ્યુબ પરની તેની ચેનલના 1.8 Millions ફોલોઅર્સ છે.જ્યારે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર તેના અઢી લાખ ફોલોઅર્સ છે. સપનાએ ઓપરેશન કરાવીને વજન નથી ઘટાડ્યું પરંતુ એક્સરસાઇઝ કરીને વજન ઘટાડ્યું છે. સપનાએ એક વર્ષમાં 33 કિલો વજન ઘટાડાતા તે ઘણા લોકો માટે રોલમોડેલ બની ચુકી છે.

1989માં જન્મેલી સપના હાલ મોડેલ તરીકે કામ કરી રહી છે. સાથે જ બૉલીવુડ મૂવીઝમાં એક ટ્રેનર તરીકે પણ કામ કરે છે. સપનાઅને અમેરિકન કાઉન્સિલ ઓફ એક્સરસાઇથી સર્ટિફિકેટ પણ મળ્યું છે. સપના સોશિયલ મીડિયામાં તેના જીમની અને વર્કઆઉટની ફોટો જ શેર કરતી રહે છે.

સપનાએ તેનું ભણતર અમદાવાદથી જ પૂરું કર્યું છે. તેને સેન્ટ ઝેવિયર કોલેજમાંથી સાઇકોલોજીમાં ગ્રેજ્યુએટ કર્યું હતુ. ત્યારબાદ તેને ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ નિરમા યુનિવર્સીટીમાંથી એમબીએ કર્યું હતું. 2010માં સપનાએ રીબોક પ્રોફેશનલ ફિટનેશ ટ્રેનિંગ કોર્સ જોઈન કર્યું હતું. સપનાએ અમદાવાદના ઇન્ડિયન મેનેજમેન્ટ એકેડમીથી લાઈફ સ્ટાઇલ બ્રાન્ડ મેનેજમેન્ટમાં પીએચડી કર્યું હતું. સપનાએ ફક્ત વજન જ નથી ઘટાડ્યું પરંતુ આજે એક સર્ટિફાઇટ ટ્રેનર પણ છે.

વજન ઘટાડવાની આપે છે ટિપ્સ:

ઉલ્લેખનીય છે કે ઓવર વેટ દરમિયાન સપનાએ ડાઈટ કન્ટ્રોલ કરીને કાર્ડિયો એક્સરસાઈઝની સાથે વેટ ટ્રેનિંગ અને ટેનિસ રમીને પોતાનું વજન ઓછું કર્યું હતું.આજકાલના યુવક-યુવતીઓ વજન ઘટાડવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરે છે.

પરંતુ સપનાના કહેવા મુજબ વજન ઓછું કરવા માટે પૈસા ખર્ચ કરવાની જરૂરત નથી. યોગ્ય ખાવા-પીવાથી, વર્કઆઉટ અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. આ સપનાનો ફિટનેશ મંત્ર છે.

તેના કહેવા પ્રમાણે વજન ઘટાડવા દરરોજ 1 કલાક વોક અને 45 મિનિટ અન્ય એક્સરસાઈજ કરવી જોઈએ. સપના લોકોને હેલ્થ પ્રત્યે અવેર કરવા માંગે છે, તેથી હવે તે યુટ્યૂબ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ દ્વારા લોકોને ટ્રેનિંગ આપી રહી છે.

સુંદર અને સુડોળ દેખાવા માટે લોકો તનતોડ મહેનત કરતા હોય છે, ડાયટ પ્લાન, વર્કઆઉટ, યોગા અને ધ્યાન ઘણું બધુ કરતા હોય છે. આપણા બૉલીવુડ અને હોલીવુડ મૉડલ્સ તો પોતાનો સારો એવો સમય તેની પાછળ આપતો હોય છે, ત્યારે તેઓ પોતાના સુંદર શરીરથી લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે.

સપનાએ સુંદર ફિગર જાળવી રાખવા ઘણી મહેનત કરી છે. એક સમયે તેનું વજન 86 કિલો હતું અને નિયમિત વર્કઆઉટ કરીને એણે આશરે 33 કિલો વજન ઘટાડ્યું છે. હવે તેણે 53 કિલોના વજનથી આકર્ષક ફિગર જાળવી રાખ્યું છે.

જિમમાં વર્કઆઉટ સેશન ઉપરાંત, સપના વ્યાસ પટેલ ઘણીવાર ફિટ રહેવા માટે સાયકલ ચલાવે છે.સપના હંમેશા બૉડીને શૅપમાં રાખવા માટે સખત હાર્ડવર્ક કરે છે અને લોકોને ઉપયોગી ટિપ્સ પણ આપે છે.

સપના વ્યાસ કોઈ બોલિવૂડ એક્ટર કે મૉડલ નથી. છતાં તે આજે ઘણી મહિલાઓ માટે રોલ મૉડલ બની ગઈ છે.સપના અવાર-નવાર પોતાની તસવીરો ઇન્ટરનેટ પર શેર કરતી રહે છે. હવે તેને જોઈને એવું જરાય ના લાગે કે એક સમયે તેનું વજન 80kg હતું.સપનાએ અમદાવાદથી સાઈકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ સાથે તેણે MBA પણ કર્યું છે.સપનાએ અમદાવાદથી સાઈકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ સાથે તેણે MBA પણ કર્યું છે.

સપના વ્યાસે આપેલી ટિપ્સ…પાણી ક્યારે પીવું?

વજન ઘટાડવા માટે રોજનું 3 લિટર પાણી પીવું જરૂરી છે. જમ્યા પહેલાંના 40 મિનિટ પહેલા થોડું પાણી પીવાથી થોડી ભુખ મરી જાય છે જેના કારણે ભોજન પર કંટ્રોલ રહે છે
સવારે ઉઠીને લીંબુ પાણી પીવાથી ઘણો ફાયદો થાય છે પણ મધ બને તો ન નાખવું જોઈએ.કેલરી લિમિટમાં નહીં રહે તો ગ્રીન ટી કે લેમન વોટર ફાયદો નહીં કરે
આર્યુવેદ જમ્યા પછી 30 મિનિટ પછી પાણી પીવાનું કહે છે જ્યારે મોર્ડન સાયન્સ ગમે ત્યારે પાણી પીવાની પરવાનગી આપે છે.

ચા કે કોફી પીધા પછી પાણી પી લેવાથી ડિહાઇડ્રેશનમાં ફાયદો થાય છે

શરીરમાં ચરબી ન જામે એટલે શું કરવું?

વોકિંગ કરો
30 વર્ષ પછી વજન આપોઆપ વધે જો તમે વેઇટ ટ્રેઇનિંગ ન કરો તેથી વેઇટ ટ્રેઇનિંગ કરો

હેલ્થી ફૂડ ખાઓ, પિઝા ફાસ્ટ ફૂડ સાવ ઓછું કરી દો અથવા બંધ જ કરી દો. જો નિયમિત કસરત કરવી જ હોય તો જિમ જવું જરૂરી છે કારણ કે ત્યાં એ વાતાવરણ છે

આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી.

જીવનશૈલીમાં બને ત્યાં સુધી જંકફૂડ ન જ ખાવું, કોશિશ કરો કે દૂર રહો. વર્કિંગ મહિલાઓએ ડેસ્ક પર કોઈ ભોજન કે મુખવાસ પણ ન રાખવો જેમાં સ્યુગર વધુ હોય છે. સુગરવાળી ચોકલેટ કે બીજી વસ્તુ ક્યારેય ન ખાવું

જો કોઈ ઇચ્છા થાય તો ફ્રુટ રાખો અથવા તો દહીં ખાઓ

બાળકો માટેની ટિપ્સ

જો બાળકોને તંદુરસ્ત ભોજન ખવડાવવું હશે તો તમારે પહેલાં જંક ફૂડ બંધ કરવું પડશે. બાળકોને ટીવી કે મોબાઈલ સ્ક્રિન ટાઇમ ઘટાડો. ઘરમાં જેવું વાતાવરણ હોય એનું અનુકરણ બાળકો કરશે

બાળકોને રમતગમત રમવા માટે મોટીવેટ કરો, બાળકોને ફોન આપવાના બદલે રમતગમતના ગ્રાઉન્ડમાં મોકલો
પહેલાં તમે હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવો અને પછી બાળકોને શીખવો. બાળકોને તમે હુંફ આપો, કમ્ફર્ટ ફૂડની આદત ન પાડો

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App