ટીવી ઇન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રી સપના ઠાકુરને સંપૂર્ણ ગામડાના લુકમાં જોઈને ચાહકો થયા આશ્ચર્ય ચકિત

સપના ઠાકુરને પૂરી રીતે ગામડાની મહિલાના રૂપમાં જોઈ આશ્ચર્યમાં છે ચાહકો, ફિગર જોઈને મગજ ઘુમરી મારી જશે

ટીવીની દુનિયામાં બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં સામેલ સપના ઠાકુર હંમેશા તેના હુસ્નથી ચાહકોને દિવાના બનાવતી હોય છે. અવાર નવાર તે તેની ગ્લેમરસ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરતી હોય છે અને ચાહકોને તેની તસવીરો અને વીડિયો પર દિલ ખોલીને લાઇક્સ અને કૉમેન્ટ્સ કરતા હોય છે.

પરંતુ તેની નવી સ્ટાઈલ એવી છે જેને જોઈને તેના ચાહકો દંગ રહી ગયા છે. કારણ કે સપના સંપૂર્ણપણે ગામડાની મહિલાના રૂપમાં નજર આવી રહી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

દૈનિક શો ‘ક્યુ રિશ્તોં મેં કટ્ટી બટ્ટી’માં કુલદીપની ગર્લફ્રેન્ડ સમાયરાનું પાત્ર ભજવનાર અભિનેત્રી સપના ઠાકુર એક નવા દેખાવ સાથે દર્શકોને આશ્ચર્યચકિત કરવા માટે તૈયાર છે. સપના શોમાં એક સ્પેશ્યિલ સિક્વન્સ માટે ઘરેલુ મદદના અવતારમાં જોવા મળશે.

આ વિશે વાત કરતાં સપનાએ કહ્યું, જ્યારે મને ખબર પડી કે હું ‘રિશ્તોં મે કટ્ટી બટ્ટી’ માટે નોકરાણીના પાત્રમાં આવવા જાઈ રહી છુ ત્યારે હું ખૂબ જ રોમાંચિત થઈ ગઈ હતી કારણ કે મને મારા ચરિત્રની સાથે વધારે પ્રયોગ કરવા માટે મળ્યું. મારે કહેવું જ જોઇએ કે આ લુક સમાયરાના લુકથી ઘણો અલગ હશે.

સપના ઠાકુરે તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં સપનાએ સિમ્પલ સાડી પહેરી છે અને જૂનું ગીત ‘કજરા મોહબ્બત વાલા’ ગાઈ રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સપનાએ સિમ્પલ પ્રિન્ટેડ સાડી પહેરી છે અને હાથમાં ઘણી બધી બંગડીઓ પહેરીલી છે. ક્યારેક સપના તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામા રહેતી તેનો આવો વીડિયો જોઈને ચાહકોને આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા.

તેના દેખાવ અને તૈયારી પર અભિનેત્રીએ કહ્યું કે, હું મારા ચહેરા પર તિલ અને સાધારણ સાડીથી સંપૂર્ણપણે અલગ દેખાઈ રહી હતી અને મારે જણાવવું જોઈએ કે મને આ દ્રશ્ય કરવામાં ખરેખર આનંદ થયો હતો. મેં મારા અવાજના મોડ્યુલેશન પર પણ ખૂબ મહેનત કરી અને  ફિટ બેસી ગયો. હું ખૂબ ખુશ છું કે આ શોમાં મને આ પાત્ર સાથે ઘણા એક્સપેરિમેન્ટ કરવાની તક આપવામાં આવી.

જણાવી દઈએ કે નેહા મર્દા અને સિદ્ધાંત વીર સૂર્યવંશી અભિનીત ‘ક્યુ રિશ્તોં મેં કટ્ટી બટ્ટી’ઝી ટીવી પર પ્રસારિત થાય છે.

Patel Meet