ધાર્મિક-દુનિયા

જો તમારા સપનામાં આવે શ્રી ગણેશ અને યમરાજ તો જાણો શું થશે તમારા જીવનમાં પરીવર્તન? જાણો

રાતે સુતાના સમયે લોકોને ગણા પ્રકારના વિચાર આવતા હોય છે. તો ઘણા લોકોને આખા દિવસ દરમિયાન નજરે કંઈ પણ કામ કર્યું હોય તેના વિચાર આવતા હોય છે. તો ઘણાને કોઈ પણ પ્રકારના સપના વગરની ઊંઘ આવી જતી હોય છે.

Image Source

આપણને બધાને સપનાઓ આવે છે. સપનામાં કોઈ પણને ભગવાન આવી શકે છે. કોઈ પણ જાતક પૂજા ભલે નથી કરતો છતાં પણ પોતાનું આચરણ અને વર્તનને સારી રીતે રાખે છે. તો ભગવાન પણ તેના પર દયા ભાવ રાખે છે. ભગવાન ઘણાના સપનામાં આવીને તેમના સંકટો દૂર કરે છે.

તો તમે પણ જાણો કે, ભગવાન કયા સ્વરૂપે આવી તમને સ્વપ્નોમાં દર્શન આપે છે.

Image Source

સપનામાં યમરાજ :
જો સપનામાં તમને યમરાજ જોવા મળે ને તમે એકદમ ગભરાઈ જાવ તો એવું ન સમજો કે કશું ખરાબ થવાનું છે. પરંતુ તમારા જીવનમાં આવનાર સંકટ ટળી જવાના છે.

Image Source

જ્યારે સ્વપ્નમાં થાય છે ગણેશનાં દર્શન :
જો સપનામાં ગણેશનાં દર્શન થાય તો તમારા અટકેલાં બધા જ કામ નિવિધ્ને પૂરા થઈ જશે. અને તમારા પરિવારમાં શુભ કાર્યો થવાના પણ શરૂ થઈ જશે.

Image Source

માતા લક્ષ્મીને સપનામાં જોવા :
જો સપનામાં માતા લક્ષ્મીને જોવા મળે તો એનો મતલબ એ છે કે તમારા આવનારા સમયમાં તમને ક્યારેય ધનની કમી નહી થાય. સવારે ઊઠીને જ માતાની મુર્તિ સામે ઘીનો દીવો કરી સફેદ વસ્તુનો પ્રસાદ ધરાવવો.

Image Source

જ્યારે સ્વ્પનમાં આવે મા દુર્ગા ભવાની :
જો સ્વપ્નમાં માતા દુર્ગાના દર્શન થશે તો સમજો કે તમને રોગની પીડામાંથી મુક્તિ મળવાની છે. તમારા સ્વાસ્થય સંબંધી ચિંતા હળવી બનશે અને પરિવારને પણ પીડામાંથી મુક્તિ મળશે.

Image Source

સપનામાં જોવો બજરંગબલીને :
સપનામાં જો તમને હનુમાનજી જોવા મળે તો સમજવું કે તમારા દુશ્મનોનો નાશ થવાનો છે. તમે સચ્ચાઈના માર્ગ પર ચાલશોને તમારા પર હનુમાનજીની કૃપા થવાની છે.

Image Source

સપનામાં શ્રી રામ :
જો સપનામાં રામ અથવા ભગવાન વિષ્ણુંના દર્શન થાય તો એનો અર્થ એ કે તમારા લાંબા સમયથી અટકેલાં કામ પૂરા થવાના છે.

Image Source

સપનામાં શિવલિંગ :
જો સપનામાં તમે શિવલિંગની પૂજા કરી રહ્યા છો. એવું દેખાય તો બીજા જ દિવસે શિવાલય જઈને શિવજીની પૂજા કરવી. તેનાથી તમારા અટકેલાં કાર્યો પૂરા થશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks