જાણવા જેવું

સાપના કરડવાથી ગભરાયા વગર અપનાવો આ ટ્રીક- જાણો શું કરવું અને શું ન કરવું

દુનિયામાં સૌથી વધારે સાપ કરડીને મૃત્યુ પામતા લોકોમાં ભારત સૌથી આગળ છે. WHO આધારીત દર વર્ષે 83000 લોકો સાપનો શિકાર બને છે, તેમાંથી 11000ની મોત થાય છે. મોતનું સૌથી મોટું કારણ તાત્કાલિક ન મળતી પ્રાથમિક સારવાર હોય છે. ભારતમાં લગભગ 236 સાપની પ્રજાતિ છે. તેમાંથી મોટી સંખ્યામાં સાપ ઝેરીલા નથી.

એવી ધારણા છે કે બધા સાપ ઝેરી નથી હોતા. એવા સાપોના કરડવાથી ચોટ વાગે છે, મોત તો બીકને કારણે થાય છે. દેશમાં ઝેરી સાપોની 13 પ્રજાતિ છે, જેમાંથી 4 ખતરનાક હોય છે, કોબ્રા (નાગ), રસેલ વ્યાપાર, સ્કેલ્ડ વ્યાપાર અને કરેત. તેમાંથી નાગ અને ગેહૂંવાં કરડવાથી મૃત્યુ થાય છે.

Image Source

હાર્ટ કેયર ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયનના અઘ્યક્ષ અને ઇન્ડિયન મેડિકલ એશોસીયેનના ઓનરરી સેક્રેટરી એવા ડોક્ટરે જણાવ્યું કે આપણને સાપના કરડવાથી પ્રાથમિક સારવાર વિશે માહિતી હોવી જરૂરી છે. યોગ્ય સમયે સારવાર થાય તો જીવ બચાવી શકાય.

આવી પરિસ્થીતીમાં શુ કરવું અને શુ ન કરવું તેની માહિતી હોવી બહુ જ જરૂરી છે.

શું કરવું:

 • દર્દીને ગભરાવ્યાં વગર શાંત રાખવું, કારણ કે ગભરાવાથી તેના હૃદયની ગતિ વધી જાય છે. લોહીનું પરિભ્રમણ વધી જાય છે અને ઝેર પણ આખા શરીરમાં ફેલાય જાય છે.
 • દર્દીને સાપથી દૂર લઇ જવું અને તેની બીક દૂર કરવી.
Image Source
 • કઈ પ્રજાતિનો સાપ હતો તેની માહિતી મેળવવી.
 • દર્દીએ શૂઝ પહેર્યા હોય તો ઉતારી દેવા અને કપડાં પણ પૂરતા રાખવા.
 • ચોટને સાફ કરવી જોઈએ પાણીથી નહિ પરંતુ કોરા કોટનના કાપડથી.
 • ચોટ ઉપર કોઈ પણ પ્રકારની પ્રવુતિ કર્યાં વગર પટ્ટી બાંધી નજીકના સારવાર કેન્દ્ર પર લઈ જવું.
 • દર્દીને ચાલવા દેવું નહિ કારણ કે માંસપેશીથી ઝડપી ઝેર ફેલાય.
 • દર્દીને સોજો આવે તેની પહેલા પટ્ટી ઉતારી દેવી.
 • દર્દીને તમારી ઈચ્છા મુજબ કોઈપણ પ્રકારની દવા આપવી નહિ.
Image Source

શું ન કરવું:

 • ચોટ ઉપર બરફ ન લગાડવો.
 • ચોટને ખોતારવી નહિ અને મોઢેથી ઝેર ચૂસીને બહાર ન કાઢવું.
 • ડૉક્ટર અને અનુભવીની સલાહ સિવાય કોઈ પણ પ્રકારની દવા આપવી નહિ.
 • જ્યાં ચોટ લાગી તે ભાગ હૃદય ઉપર રાખવું નય.
 • આ સમયે કેફીન અને આલ્કોહોલનું સેવન ન કરવું, જેનાથી તમારા શરીરમાં ઝેર ફેલાઈને વધારે નુકશાન કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks