આમિર ખાનની દંગલની મોટી અભિનેત્રીએ એનિમલ પ્રિંટ બિકિની પહેરીને ફોટોસ ક્લિક કરાવ્યા, ફિગર જોઇ ચાહકો થયા મદહોશ

આમિર ખાનની સુપર હિટ ફિલ્મ ‘દંગલ’માં દીકરીનું પાત્ર નિભાવી ફેમસ થયેલી સાન્યા મલ્હોત્રા એક્ટિંગની સાથે સાથે તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. હાલમાં જ તે દરિયાની અંદર મસ્તી કરતી જોવા મળી હતી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર દરિયા કિનારે મસ્તી કરતી ઘણી તસવીરો શેર કરી છે. ત્યાં એક વીડિયોમાં તે સ્કૂબા ડાઇવિંગ કરતી જોવા મળી રહી છે. જેમાં મોટા કાચબા અને માછલીઓ નજરે પડે છે.

સાન્યા મલ્હોત્રા આ દિવસોમાં વેકેશનનો આનંદ માણી રહી છે. તે તેના મનપસંદ ડેસ્ટિનેશન પર ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. તેણે ત્યાંથી કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. પ્રથમ તસવીરમાં સાન્યા મલ્હોત્રા એનિમલ પ્રિન્ટ બિકીમાં જોવા મળી રહી છે. બિકીમાં તે નો મેકઅપ લુકમાં છે. કર્લી વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. તેની સ્માઈલ અને મોહક અભિનય જોઈને ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.

કેટલીક તસવીરોમાં નારિયેળના વૃક્ષો, સફેદ રેતી અને દરિયાના ઉછળતા મોજાઓ દેખાય છે. અભિનેત્રી નારિયેળ પાણીની મજા લેતી પણ જોવા મળી રહી છે. તેણે કેટલાક વીડિયો પણ શેર કર્યા છે. સ્કુબા ડાઈવિંગ કર્યા બાદ તેના ચહેરા પર ખુશી જોવા મળે છે. તેણે પોતાના પાર્ટનર સાથે એક તસવીર શેર કરી છે. જેમાં તે સ્કુબા ડાઈવિંગ કરીને ખૂબ જ ખુશ દેખાઈ હતી. ચાહકો તેના વેકેશન આલ્બમને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sanya Malhotra💥 (@sanyamalhotra_)

એકે કમેન્ટ કરતા લખ્યું-  તમે ખૂબ હોટ છો. આ સિવાય તેના ચાહકો હાર્ટ અને ફાયર ઇમોજી શેર કરીને તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.સાન્યાએ એક-એક પળને પોતાના કેમેરામાં કેદ કરી છે, જેને તે ખુલ્લેઆમ જીવતી જોવા મળી રહી છે. નૂરાની સાંજની આ તસવીરો દર્શકોને દિવાના બનાવી રહી છે. આ સાથે સાન્યા મલ્હોત્રાની લોકપ્રિયતા પણ વધી રહી છે. તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સાન્યા દરરોજ કોઈને કોઈ અપડેટ આપતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sanya Malhotra💥 (@sanyamalhotra_)

તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર 2.5 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરી લીધો છે અને તે ટૂંક સમયમાં 30 લાખનો આંકડો પાર કરતી જોવા મળશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે તાજેતરમાં સાન્યા મલ્હોત્રા લવ હોસ્ટેલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે બોબી દેઓલ અને વિક્રાંત મેસી પણ જોવા મળ્યો હતો. આ સિવાય તે હિટ ધ ફર્સ્ટ કેસમાં રાજકુમાર રાવ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

Shah Jina