એક બે નહિ પરંતુ આટલા કરોડનું દાન આવ્યું આ મંદિરમાં, 2 દિવસથી ચાલી રહી છે ગણતરી, ભક્તો માટે મંદિરમાં દર્શન બંધ

આ મંદિરમાં એક મહિનામાંજ આવ્યું કોથળા ભરીને દાન, પૈસાના ઢગલાં ગણતા-ગણતા થાકી ગયા માણસો હાંફી ગયા મશીનો,જુઓ તસવીરો

આપણો દેશ ધર્મપ્રધાન દેશ છે, દેશની અંદર લાખો દેવસ્થાનો આવેલા છે અને આ દેવસ્થાનોની અંદર લોકો કરોડો રૂપિયાનું દાન પણ આપતા હોય છે, ત્યારે આ દરમિયાન રાજસ્થાનના ચિત્તોડગઢમાં આવેલા મેવાડના પ્રખ્યાત તીર્થ ધામ શ્રી સાવલિયા શેઠના મંદિરમાં પણ કરોડોનું દાન આવ્યું છે.

આ મંદિરમાં ગયા બુધવારના રોજ શ્રી સાવલિયા શેઠના બે દિવસીય માસિક મેળાના  પહેલા દિવસે ચતુર્દશી ઉપર દાનપાત્ર ખોલવામાં આવ્યું. આ ડેન પાત્રને ખોલવાના સમયે ત્યાં મંદિર મંડળના સીઈઓ અને જિલ્લા કલેકટર રતન કુમાર સ્વામી, મંદિર મંડળના બોર્ડ અધ્યક્ષ કનૈયાદાસ વૈષ્ણવ અને બીજા પદાધિકારીઓ હાજર હતા.

દાનપત્રને જયારે ખોલવામાં આવ્યું અને તેમાં રહેલી ધનરાશિની ગણતરી કરવામાં આવી ત્યારે લોકોની આંખો ફાટી ગઈ. મંદિરના દાનપત્રમાંથી પુરા 6 કરોડ 17 લાખ 12 હજાર 200 રૂપિયા નીકળ્યા. આ નોટને ઘણા બધા લોકો ગણતરીમાં જોડાઈ ગયા છે. જેની ગણતરી કરતા કરતા તે પણ થાકી ગયા.

આ ઉપરાંત દાનપત્રની અંદરથી 91 ગ્રામ સોનુ, 4 કિલો 200 ગ્રામ ચાંદી પણ નીકળી છે. તમને એ પણ જણાવી દઈએ કે હજુ સુધી નોટોની ગણતરી પૂર્ણ નથી થઇ. વધેલી નોટોની ગણતરી આજે પણ કરવામાં આવી રહી છે.

સાવલિયાજી મંદિરમાં બુધવારે રાજભોગ આરતી પછી ભંડારો ખોલવામાં આવ્યો. વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો. કોરોના ગાઈડ લાઈનના કારણે મંદિરમાં શ્રદ્ધાળુઓનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. ગુરુવારના રોજ પણ શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ બંધ રાખવામાં આવશે.

ચિત્તોડગઢના એડીએમ અને મંદિર મંડળના સીઈઓ રતનકુમાર સ્વામીએ જણાવ્યું હતું કે ભેટમાં મળેલી રાશિને યાત્રીઓની સુવિધાના વિકાસ માટે ખર્ચ કરવામાં આવશે. સાથે જ ગૌશાળાના સંચાલન અને મંદિરમાં માટે 500 કર્મચારીઓનો સ્ટાફ ચેહ તેમના ઉપર ખર્ચ થાય છે.

Niraj Patel