અજબગજબ

અંબાણીથી પણ મોટા બિઝનેસમેન છે સંતરાની ગોળી વાળા આ બાબા, પુરી ખબર વાંચીને તમે પણ થઈ જશો હેરાન…

‘આ દોલત પણ લઈ લો, આ શોહરત પણ લઈ લો, ભલે છીનવી લો મારાથી મારી જવાની… પણ મને આપી દો બાળપણ નો સાવન તે કાગળ ની કશ્તી તે વરસાદ નુ પાણી…’ આ લાઈનો કદાચ તમે પહેલા પણ સાંભળી હશે. એટલે જ યુવાની કે પછી ગઢપણમાં બધાને તેના બાળપણ ના દિવસો યાદ આવતા હોય છે. બાળપણની ઘણી યાદો એવી હોય છે જેને માણસો ફરીથી જીવવા માગતા હોય છે.

Image Source

અમે તમારા બાળપણ સાથે જોડાયેલી એવી જ યાદ વિશે એક જાણકારી આપવા જય રહ્યા છીએ, જેના વિશે કદાચ જ તમને જાણ હશે. આજે અમે તમને સંતરાની ગોળી વાળા એ દાદા ને મળાવવા જઈ રહ્યા છીએ, જે ગોળી આપણે બાળપણ માં ખૂબ ખાતા હતા. આ પેઢીમાં કદાચ જ કોઈ એવુ બાળક હશે જેણે બાળપણ માં આ ખાટી-મીઠી ગોળીનો આનંદ ન લીધો હોય. તે બાળકો સમય ની સાથે મોટા થઈ ગયા. ઘણા ના લગ્ન થઈ ગયા. પરંતુ, આ દાદાની સંતરા વાળી ગોળીઓનો સ્વાદ હજી સુધી ભૂલી શક્યા નહિ હોય. તમને એ જાણીને નવાઈ લાગશે કે આટલા વર્ષો થઇ ગયા હોવા છતાં પણ આજે પણ આ દાદા સંતરાની ગોળીઓ વહેંચે છે.

Image Source

અમે વાત કરી રહ્યા છીએ ગ્વાલિયર, મધ્યપ્રદેશ ના રહેવા વાળા 91 વર્ષ ના વૃદ્ધ મૂલચંદ્ર સોની વિશે. મૂલચંદ્રએ વર્ષો પહેલા સંતરાની ગોળી બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો હતો. કદાચ તમે પણ બાળપણમાં આ ગોળીઓનો સ્વાદ ચાખ્યો હશે. પણ, આટલા વર્ષો પછી પણ હવે જ્યારે સમય પૂરી રીતે બદલી ગયો છે છતાં પણ આ વૃદ્ધ આજે પણ સંતરાની ગોળીઓ વહેંચી રહ્યા છે. તેમણે તેને પોતાનો બિઝનેસ અને જીવવાનો આધાર બનાવી લીધો છે.

Image Source

આજના સમયમાં કદાચ જ સ્કૂલની સામે કોઈ આવી સંતરાની ગોળીઓ વહેંચતું હોય,પણ આ દાદાન આજે પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે.આમ તો વર્ષો વીતી ગયા,આઠઆનીમાં ચાર થી લઈને, અને હવે રૂપિયામાં ચાર સુધી જાણે કે સદી વીતી ગઈ હોય, પણ આ કામ મુલચંદ્રએ છોડ્યું નથી. આ વૃદ્ધ દાદા આખા શહેરમાં સંતરાની ગોળીવાળા દાદાના નામથી પ્રખ્યાત છે.આગળની અમુક પેઢીઓ બાળપણથી જ આ દાદાની ખાટી-મીઠી ગોળીઓની મજા લઈને મોટા થયા છે.યુગ બદલાઈ ગયો પણ દાદાએ ગોળીઓ વહેચવાનું યથાવત જ રાખ્યું છે.

Image Source

બાળકો પણ આ દાદાની ગોળીઓને ખુબ શોખ અને મોજની સાથે ખાતા હતા, તે લોકોના દિલોમાં દાદા માટે આજે પણ એટલું જ સમ્માન અને સ્નેહ છે.આ સ્નેહનું મોલ દાદા ખુબ સારી રીતે જાણે છે માટે તે આજે પણ આ ગોળીઓને કોઈપણ પ્રકારના ભાવ-તાલ વગર જ વહેંચી રહ્યા છે.સંતરાની ગોળીઓથી બનેલા દાદાના દરેક સાથેના સંબંધો આજના સમયમાં સૌથી કિંમતી અને અનમોલ સંબંધો છે.વિલુંપ્તની શ્રેણીમાં દર્જ થઇ ચુકેલો આ સંબંધ જાણે કે આગળના યુગની નિશાનીના રૂપમાં છૂટી રહ્યો છે.

Image Source

તમને યાદ હશે કે સ્કૂલના દિવસોમાં તે સંતરાની ગોળીઓ આપણે બધા ખૂબ ખાતા હતા. આ દાદા આજે પણ એ છોકરીઓના લગ્નમાં જાય છે જે ક્યારેક તેની પાસેથી સંતરાની ગોળીઓ ખરીદતી હતી. શહેરના લોકો પણ આ દાદાને ખુબ માન-સમ્માન આપે છે. દાદા વિશે કહેવામાં આવે છે કે તે દરેક છોકરીના લગ્ન માં એક સાડી લઈને આશીર્વાદ આપવા જાય છે, જેણે બાળપણ માં તેને ત્યાંથી સંતરા વાળી ગોળી ખરીદી હોય. દાદાનો ળકો પ્રત્યે એવો સ્નેહ છે કે તે ગોળી વહેંચવાથી થયેલી કમાણી થી એક-એક રૂપિયો જોડીને તે બાળકીઓ માટે સાડી ખરીદે છે.

Image Source

જણાવી દઈએ કે આ દાદાએ લગ્ન નથી કર્યા. દાદા માટે આ બાળકીઓ જ તેની પોતાની દીકરીઓ છે. મૂલચંદ્ર સોની નામના આ વૃદ્ધ મહાનુભાવ મધ્યપ્રદેશના ગ્વાલિયર સ્થિત બાલાબાઈની બજાર માં રહે છે. 91 વર્ષ ના થઇ ગયેલા મૂલચંદ્ર સંતરાની ગોળીઓ વહેંચતા નજરમાં આવી જ જાય છે. તમને જણાવી દઈએ કે મૂલચંદ્ર સોનીએ આખી ઉંમર આ જ કામ કર્યુ છે. મૂલચંદ્ર સોની એ ભલે વધારે પૈસા ન કમાયા હોય પરંતુ તેમણે સ્નેહ અને પ્રેમ નો બિઝનેસની ખુબ સારી કમાણી કરી છે. મૂલચંદ્ર સોનીએ પોતાના માટે પૈસા નહીં પણ માન-સમ્માન ચોક્કસ કમાયું છે. તેથી જ તો તે મુકેશ અંબાણી જેવા બિઝનેસમેનથી પણ ખૂબ મોટા બિઝનેસમેન છે આ દાદા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks