હોસ્પિટલમાં દાખલ બીમાર બાળકો માટે સાંતાએ કર્યું એવું કે વીડિયો જોઈને તમારી આંખો પણ ભીની થઇ જશે

25 ડિસેમ્બરના રોજ દુનિયાભરમાં ક્રિસમસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી, જેમાં ઘણા લોકો સાંતાના કોસ્ચ્યુમમાં આવીને ઘણા લોકોને ભેટ પણ આપી ગયા, ખાસ કરીને સાંતા પાસેથી ભેટ મેળવવાની ઈચ્છા નાના બાળકોને વધારે હોય છે અને તેમને સાંતા પાસેથી ભેટ મેળવીને ખુશી પણ મળતી હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક ખુબ જ ભાવુક કરી દેનારો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં કેટલાક લોકો સાંતાના ડ્રેસમાં બાલ્કનીના રસ્તેથી હોસ્પિટલમાં પહોંચે છે અને હોસ્પિટલમાં દાખલ બાળકોને ભેટ પણ આપે છે, આ જોઈને બાળકો ખુબ જ ખુશ થઇ જાય છે. આ વીડિયો યુરોપીય દેશ સોલવેનિયાનો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક બાળકો અલગ અલગ બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ છે.

આ દરમિયાન કેટલાક કર્મચારીઓ આ બાળકોને સરપ્રાઈઝ આપવાનો પ્લાન કરે છે અને ક્રિસમસના દિવસે જ તેમને ભેટ આપવા ઈચ્છે છે. જેના કારણે તે તેમના શરીર ઉપર દોરડું બાંધીને પોતાની જાતેને લટકાવે છે. હોસ્પિટલની નીચે ઉભેલા લોકો પણ આ નજારો જોઈને ખુબ જ હેરાન રહી જાય છે.

બધા જ કર્મચારીઓ હોસ્પિટલની બારી અને બાલ્કનીના મધ્યમથી હોસ્પિટલમાં પ્રવેશ કરે છે. આ દરમિયાન બધાએ સાંતાનો ડ્રેસ પહેર્યો છે. જેવા જ બાળકો તેમને જુએ છે તે ખુબ જ ખુશ થઇ જાય છે, તેમને લાગે છે કે કદાચ સાચે જ સાંતા તેમને ક્રિસમસની ભેટ આપવા માટે આવ્યા છે. બધા જ કર્મચારીઓ હોસ્પિટલમાં ગયા અને બાળકોને ભેટ આપી.

જેવો જ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો લોકો પણ તેને જોઈને ખુબ જ ખુશ થઇ ગયા. લોકોએ કહ્યું કે સાંતા બનીને આ લોકોએ બાળકોને સારી ભેટ આપી છે. તો બીજી તરફ બાળકોના ચહેરા ઉપર આવેલી આ ખુશી જોઈને તમેન માતા-પિતા પણ ખુબ જ ખુશ નજર આવ્યા હતા.

Niraj Patel