સાંતા ક્લોઝ બનીને ચાહકોનું દિલ જીતી લીધું, જુઓ તસવીરો
દુનિયાભરમાં 25 ડિસેમ્બર એટલે કે ક્રિસમસનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. બૉલીવુડ સિતારાઓની વાત કરવામાં આવે તો તે ફેન્સને ખુશ કરવાનો એક પણ મોકો નથી મુકતા. ક્રિસમસને લઈને સામાન્ય નાગરિકથી લઈને બોલીવુડના સિતારાઓ ઘણા ઉત્સાહિત હોય છે. ક્રિસમસના તહેવારને લઈને બાળકો હોય કે મોટા બધા લોકોને સાંતા ક્લોઝનો સૌથી વધુ ક્રેઝ હોય છે. આ ક્રેઝથી બૉલીવુડ સિતારાઓ પણ દૂર નથી રહી શકતા. આજે અમે તમને બોલીવુડની સેલિબ્રિટીઓ વિષે જણાવીશું જેને ક્યારેક સાંતા ક્લોઝનો ડ્રેસ પહેરીને સોશિયલ મીડિયામાં તસ્વીર શેર કરી તો કયારેક આ ખાસ દિવસે લાલ રંગના ડ્રેસથી સાંતા ક્લોઝની કોપી કરી. આવો જાણીએ બોલીવુડના આ સિતારાઓ વિષે.
1.ઝરીન ખાન
View this post on Instagram
બૉલીવુડ એક્ટ્રેસ ઝરીન ખાનને ક્રિસમસના ખાસ દિવસે મુંબઈના એક પોશ એરિયા બાન્દ્રામાં સાંતા ક્લોઝના ડ્રેસમાં સ્પોટ થઇ હતી. ઝરીન ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે કેમેરા સામે પોઝ દેતી નજરે ચડે છે. ઝરીન ખાનને સાંતા ક્લોઝના ડ્રેસમાં ઓળખવી મુશ્કેલ હતી. પરંતુ જયારે તેને ટોપી કાઢી અને દાઢી કાઢી તો ખબર પડી કે આ બીજું કોઈ નહીં પરંતુ ઝરીન ખાન છે. ઝરીન ખાન આજકાલ પંજાબી ફિલ્મમાં કામ કરી રહી છે. ઝરીન ખાનએ તેની બૉલીવુડ કરિયરની શરૂઆત વીર ફિલ્મથી કરી હતી. આ બાદ ઝરીન ખાન 1921 અને અક્સર-2માં નજરે આવી હતી. જે વધુ કમાલ કરી શકી ના હતી.
2.શર્લિન ચોપરા
View this post on Instagram
અભિનેત્રી શર્લિન ચોપડાએ ક્રિસમસના પ્રસંગે તેના ફેન્સને ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી. જેમાં તેણે લાલ અને સફેદ ડ્રેસ પહેર્યો છે. શર્લિને સાંતાનો પારંપરિક ડ્રેસ નહીં પરંતુ લાલ રંગનો શોર્ટ સ્કર્ટ સાથે હેરબેન્ડ લગાવી હતી. સામે આવેલી તસ્વીરમાં શર્લિન ક્રિસમસ ટ્રીને ડેકોરેટ કરતી જોવા મળે છે.
3.સની લિયોની
View this post on Instagram
સની લિયોનીની તસ્વીર અને વિડીયો હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. સની લિયોનીએ સાંતા ક્લોઝના ડ્રેસની કોપી તો કરી ના હતી પરંતુ લાલ કલરના ઓફ શોલ્ડર પુલઓવર પહેર્યું હતું. આ સાથે જ તસ્વીરમાં બહુજ ગિફ્ટ નજરે આવી રહી છે. સનીના આ સાંતા ક્લોઝ લુક ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.
4.જાહ્નવી કપૂર
View this post on Instagram
દિવંગત એક્ટ્રેસ શ્રીદેવી અને બોની કપૂરની લાડલી જાહ્નવી કપૂરે ગત વર્ષે સાન્તા ક્લોઝની કેપ પહેરીને ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી હતી. જાહ્નવીની સાંતા ક્લોઝની કેપ પહેરેલી તસ્વીર ઘણી ચર્ચામાં રહી હતી. આ તસ્વીર ચર્ચામાં રહેવા પાછળનું એક કારણ જાહ્નવીની સ્માઈલ પણ હતી. આ તસ્વીર શેર કરતા તે સમયે જાહ્નવીએ લખ્યું હતું કે, ક્રિસમસ આવી ગઈ છે અને મારી પાસે ખુશ થવાનું વધુ એક કારણ છે.