BREAKING : લતા મંગેશકર પછી જૂનાગઢના સંત કાશ્મીરી બાપુનું નિધન, ભક્તોમાં શોકની લાગણી પ્રસરી

97 વર્ષની ઉંમરે આજે જૂનાગઢ સંત કાશ્મીરી બાપુનો જીવનદીપ બુઝાયો હતો. બાપુના અવસાનથી ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરોશોક વ્યાપી ગયો છે. પૂજ્ય કાશ્મીરી બાપુના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે રાખવામાં આવશે. આજે સવારે શ્વાસ લેવામાં તકલીફ થતા સેવકો દોડી ગયા હતા પરંતુ તેમણે માયા સંકેલી લીધી હતી.

બાપુએ પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું. બાપુ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. થોડા દિવસો પહેલા જ ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. અવસાનના સમાચાર પ્રાપ્ત થતા જ ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

Rutvij Patel એ ટ્વીટ કરીને જણાવ્યું છે કે , ગિરનારની તપોભૂમિના સંત શ્રી પ. પૂ. કાશ્મીરી બાપુના બ્રહ્મલીન થવાના સમાચાર અત્યંત દુઃખદ છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે તેમજ અનુયાયીઓ પર આવી પડેલી વિપદા સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી
પ્રાર્થના.

ગિરનારની તપોભૂમિના મહાન સંત પરમ પૂજ્ય શ્રી કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયાના સમાચાર ખુબ જ દુઃખદ છે, પરમકૃપાળુ પરમાત્મા સંત શિરોમણી શ્રી કાશ્મીરીબાપુનાં દિવ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન તથા શાંતિ અર્પે એવી પ્રાર્થના. મહાન વિભૂતિ પરમ પૂજ્ય બાપુને કોટિ કોટિ પ્રણામ. જય ગિરનારી.

સોશિયલ મીડિયા પર લોકો શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે. આજે હિન્દુસ્તાન નિ બે વિભુતી સ્વર ની દુનિયા માં જેમનું ગળું કોયલ સાથે સરખામણી કરવામાં આવી તેવા લતા મંગેશકર જી અને ગિરનાર ની તપોભૂમિ ને તપ સાધના ની વિશ્વ ફલક પાર મુકનાર સિદ્ધ પુરુષ પૂજ્ય સંત શ્રી કાશ્મીરી બાપુ આજ દેવલોક સિધાવ્યા છે..

YC