ફેમસ યૂટયૂબરની લાશ લટકતી હાલતમાં મળી આવી, પિતાએ લગાવ્યો પતિ પર આરોપ

ભોડપુરી યૂટયૂબર માલતી ચૌહાણની લાશ ફાંસીએ લટકતી હાલતમાં મળી, પતિ પર હત્યાનો શક

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Youtuber Malti Chauhan : ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર આત્મહત્યાના કિસ્સા સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ-અવૈદ્ય સંબંધ સહિત શારીરિક અને માનસિક પરેશાની પણ કારણ હોય છે. ત્યારે હાલમાં ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાંથી ભોજપુરી યુટ્યુબર માલતી ચૌહાણની આત્મહત્યાની ખબર સામે આવી. માલતીની લાશ તેના ઘરના રૂમમાં શંકાસ્પદ હાલતમાં લટકતી હાલતમાં મળી આવી હતી.

ભોજપુરી યુટ્યુબર માલતી ચૌહાણની લટકતી હાલતમાં લાશ

પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તેમજ આ મામલે તપાસ કરતા પોલીસે પતિ વિષ્ણુ સહિત ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે ભોજપુરી યુટ્યુબરના મોતના મામલામાં તપાસ તેજ કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સંત કબીર નગર જિલ્લાના મહુલી પોલીસ સ્ટેશન વિસ્તારના કાલી જગદીશપુર ગામમાં માલતી ચૌહાણની લાશ ઘરે લટકતી હાલતમાં મળી આવી હતી.

પિતાએ પતિ સહિત ચાર લોકો વિરૂદ્ધ નોંધાવ્યો કેસ

યુટ્યુબર માલતી ચૌહાણનો મૃતદેહ મળ્યા બાદ તેના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. મૃતક માલતીના પિતાએ જમાઈ વિષ્ણુ સહિત ચાર લોકો સામે દહેજ અને હત્યાનો કેસ દાખલ કરાવ્યો છે. માલતીના પિતાએ પોલીસને જણાવ્યું કે જમાઈ વિષ્ણુનો તેમની પુત્રી સાથે કોઈ વાતને લઈને વિવાદ ચાલતો હતો, ત્યારથી તે તણાવમાં હતી. પોલીસે મૃતક માલતી ચૌહાણના પતિને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, મૃત્યુના થોડા કલાકો પહેલા જ માલતીએ તેની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો અપલોડ કર્યો હતો.

યૂટયૂબ ચેનલ પર છે લાખો સબસ્ક્રાઈબર્સ 

ઉલ્લેખનીય છે કે, યુટ્યુબ પર માલતીની બે ચેનલ છે. જેના પર લાખોમાં સબસ્ક્રાઈબર્સ પણ છે. તેનો વીડિયો હજારો લોકોએ જોયો હતો. તે યુટ્યુબમાંથી પણ સારી એવી કમાણી કરતો હતો. માલતી તેના પતિ વિષ્ણુ સાથે વીડિયો પણ બનાવતી હતી. પરંતુ થોડા સમય પહેલા તેનો પતિ સાથે વિવાદ થયો હતો. જેના કારણે તેમના સંબંધોમાં કડવાશ આવી હતી. જો કે, બાદમાં તેણે દાવો કર્યો હતો કે બધું સામાન્ય છે, પરંતુ હવે જ્યારે માલતીનું મૃત્યુ થયું છે, ત્યારે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina