કૌશલ બારડ જાણવા જેવું પ્રસિદ્ધ રસપ્રદ વાતો લેખકની કલમે

સંસ્કૃત ભાષાને સૌથી વધારે મહત્ત્વ ભારતમાં નહી પણ યુરોપના આ દેશમાં મળે છે, એરલાઇનનું નામ પણ સંસ્કૃતમાં રાખ્યું છે!

વિશ્વની સૌથી પ્રાચીન ભાષા સંસ્કૃત છે એ વાત નિર્વિવાદ સત્ય છે. એ ઉપરાંત સંસ્કૃતને જગતની સૌથી સમૃધ્ધ ભાષા પણ માનવામાં આવે છે. જેમનું હજારો વર્ષો પહેલાં રચાયેલું વ્યાકરણ આજે પણ ‘કાના માતર’ની ભૂલ વગરનું માનવામાં આવે છે એ સંસ્કૃત!

સંસ્કૃત ભાષાનો જન્મ ભારતની ધરતી પર થયો હતો. આજે ભારતમાં આ ભાષાની સ્થિતી શી છે? અત્યંત દયનીય! મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ દસ સુધી સ્કુલમાં ભણે છે અને પછી ભૂલી જાય છે. યાદ છે તો કર્મકાંડી બ્રાહ્મણોને, પણ એમાંયે હવે તો માત્ર ધંધાર્થી સ્વરૂપે જ બોલવામાં આવે છે. લગ્નના ફેરા ફરતી વખતે મશીનગનમાંથી ચીલ ઝડપે નીકળતી મેગઝીનની જેમ મુખમાંથી વછૂટતા શ્લોકો ગોર મહારાજને ખુદને પણ સમજાતા હશે કે કેમ એ બાબતે આશ્વર્ય છે. જો કે, ખરો વાંક આપણો જ ગણાય કેમ કે આપણને કદાચ અર્થસહિતનું શુધ્ધ ઉદાહરણ બ્રાહ્મણ સંભળાવે તો આપણે જ તૈયાર ના હોઈએ એ સાંભળવા માટે!

Image Source

જર્મનીમાં સંસ્કૃતનું અનોખું મહત્ત્વ —

તમને જાણીને કદાચ આશ્વર્ય થશે પણ એ વાત સત્ય છે, કે રશિયન અને જર્મન ભાષાના મોટા ભાગના શબ્દો સંસ્કૃત ભાષામાંથી જ લેવામાં આવ્યા છે! પરિણામે આજે ખાસ કરીને જર્મનીમાં લગભગ 14 જેટલી યુનિવર્સિટીઓમાં સંસ્કૃતનો અભ્યાસક્રમ પણ ચાલે છે. ત્યાંની સરકારે સંસ્કૃત માટે અલગ ખાતું જ ફાળવ્યું છે.

Image Source

જર્મન ભાષાના લગભગ શબ્દો સંસ્કૃતમાંથી ઉતરી આવ્યા છે. પરિણામે હંમેશા માટે જર્મનોને ભારત તરફ અને સંસ્કૃત ભાષાની ભારતીય સંસ્કૃતિ તરફ આકર્ષણ રહ્યું છે. તેઓ ખુદને ‘આર્ય’ પણ કહે છે! મેક્સ મૂલર જર્મનીનો જ વિદ્વાન હતો જેણે ભારતનાં હિન્દુ ધર્મગ્રંથો વિશે બહુ જ ઊંડાણથી અભ્યાસ કર્યો હતો. વળી, હિટલરના નાઝીસૈન્યના ઝંડામાં અને યુનિફોર્મમાં પણ ‘સ્વસ્તિક’નું નિશાન પણ તમે જોયું હશે.

Image Source

એરલાઇન્સનું નામ છે ‘હંસ’ પરથી —

જર્મનીની એક પ્રખ્યાત એરલાઇન્સ છે: Lufthansa, આ નામમાં પૂર્ણ રીતે સંસ્કૃત ભાષા જ વપરાઈ છે એમ કહો તો ચાલે. નામમાં છે ‘hansa’ શબ્દ છે એ ખરેખર ‘હંસ’ જ છે! આ ઉપરાંત, ‘Luft’ એટલે કે ‘લુપ્ત/જે હવે નથી’. આજે હંસ જેવું ભવ્ય પક્ષી જોવા મળતું નથી. ધીમેધીમે નષ્ટપ્રાય થઈ ચૂક્યું છે. જર્મન એરલાઇનનું નામ આ કારણથી જ ‘Lupthansa’ છે. હંસનું ઉડ્ડયન ઉચ્ચી કક્ષાનું ગણવામાં આવે છે. એ ઉડે ત્યારે બહુ જ અદ્ભુત પક્ષી લાગે છે.

Image Source

છે ને આશ્વર્યની વાત? જગતની સૌથી પ્રાચીન ભાષા વિશે વિદેશીઓ જેટલું મળે એટલું જાણવાનો પ્રયત્ન કરે છે અને એક આપણે છીએ જે મહર્ષિ વેદવ્યાસનું ‘મહાભારત’ કે વાલ્મીકિ મહર્ષિનું ‘રામાયણ’ ઘરમાં હોય તો એનાથી કોઈ રહસ્યમય લિપિ પડી હોય એમ દૂર રહીએ છીએ. બીજી બાજુ હિન્દુ હોવાનો ગર્વ લઈએ છીએ!

Image Source

[સંસ્કૃત ભાષાનું વ્યાકરણ વિશ્વની કોઈપણ ભાષાથી ચડિયાતું છે. કેમ કે, તે સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે બનાવેલું છે. હજારો વર્ષ પૂર્વે મહર્ષિ પાણિનીએ સંસ્કૃત વ્યાકરણનો ‘અષ્ટાધ્યાયી’ ગ્રંથ લખેલો, જેમાં આજે પણ ઠાગો મારી શકાય એમ નથી એ હદે સંપૂર્ણ છે!]

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks