ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે કોરોના વાયરસને અનુલક્ષીને અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે ઉત્તરાયણ નિમિત્તે જાહેરનામું બહાર પડતા જણાવવામાં આવ્યું છે કે 10થી 31 જાન્યુઆરી સુધી જાહેર રસ્તાઓ ઉપરથી પતંગ ઉડાવી શકાશે નહીં. તેમજ રસ્તા ઉપર પતંગ લઈને દોડી પણ નહિ શકાય. આમ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો આમ કરતા કોઈ વ્યક્તિ માલુમ પડશે તો કલમ 188 અને 131 મુજબ ગુન્હો નોંધવામાં આવશે.

આ પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે ધાબા ઉપર 50 લોકોને એકઠા થવા ઉપર મંજૂરી નહિ આપવામાં આવે. સરકાર દ્વારા પણ ટૂંક સમયમાં ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે.