BJPના MPએ આપી દિલ્હીના અધિકારીને ચેલેન્જ, પછી છઠ પૂજા પહેલા જ યમુનાના પાણીથી કર્યું સ્નાન, જુઓ વીડિયો

યમુનામાં કેમિકલ છાંટી રહેલા અધિકારીને BJPના નેતાએ ખખડાવી નાખ્યા, પછી અધિકારીએ કર્યું એવું કામ કે વીડિયો જોઈને હેરાન રહી જશો.. જુઓ

હાલમાં જ ભાજપના સાંસદ પરવેશ વર્માનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં પરવેશ વર્મા દિલ્હી જલ બોર્ડના અધિકારીને ઠપકો આપતા જોવા મળ્યા હતા. વાયરલ વીડિયોમાં પરવેશ વર્મા કહી રહ્યા હતા કે હું આ કેમિકલ તારા માથામાં નાખી દઉં ? બકવાસ કરી રહ્યા છો અહીંયા, તમે ડૂબકી લગાવો આમાં ? અહીંયા લોકો આવશે ડૂબકી લગાવવા, તું લગાવીને જો પહેલા. તે આઠ વર્ષમાં કોઈ ધ્યાન ના આપ્યું. અહીંયા લોકો છઠ મનાવવા આવશે અને તું આ કામ કરી રહ્યો છું, શું બેશરમ, નકામો માણસ છું. અહીંયા લોકોને મારી રહ્યો છું તું. 8 વર્ષમાં તું કઈ સાફ નથી કરી શક્યો.

ભાજપના સાંસદો જ્યારે અધિકારીને ઠપકો આપી રહ્યા હતા ત્યારે જલ બોર્ડના અધિકારીઓ પણ તેમના વતી સતત ખુલાસો રજૂ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે યમુના નદીમાં જે કેમિકલ નાખવામાં આવી રહ્યું છે તેને યુએસ એફડીએ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અધિકારીએ એ પણ માહિતી આપી કે આ કેમિકલને નેશનલ મિશન ફોર ક્લીન ગંગા દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે.

જેના બાદ દિલ્હી જલ બોર્ડના અધિકારી સંજય શર્માએ કાલિંદી કુંજના યમુના ઘાટ પર સ્નાન કર્યું હતું. આ પછી તેમણે કહ્યું કે યમુના પાણીનું બીઓડી લેવલ 12-13 છે. જ્યારે TSS 20 થી નીચે છે, ફોસ્ફેટ 0.1 છે અને ઓગળેલા ઓક્સિજન 7.0 થી વધુ છે. તેથી યમુના નદીનું પાણી સ્વચ્છ છે. લોકો અહીં નિઃસંકોચ ડુબકી લગાવી શકે છે.

આ પહેલા શનિવારે ડીજેબી ઓફિસર સંજય શર્માએ બીજેપી સાંસદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કહેવાયું હતું કે 28 ઓક્ટોબરના રોજ સંજય શર્મા, જેઓ દિલ્હી જલ બોર્ડમાં ટ્રીટમેન્ટ ક્વોલિટી કંટ્રોલના ડિરેક્ટર તરીકે કામ કરે છે, તે ઓખલા બેરેજ કાલિંદી કુંજ ખાતે ફરજ પર હતા અને યમુનામાં એન્ટિ-ફોમિંગ કેમિકલનો છંટકાવ કરી રહ્યા હતા. તે દરમિયાન સાંસદ પરવેશ વર્મા અને તજિન્દર બગ્ગા તેમના અન્ય કેટલાક સાથીઓ સાથે ત્યાં આવ્યા અને તેમને ડ્યુટી કરતા અટકાવ્યા, ધમકાવ્યા અને દુર્વ્યવહાર કર્યો. આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર કેટલાક લોકોએ રેકોર્ડ કર્યો હતો અને તેને ઘણી ન્યૂઝ ચેનલો પર પ્રસારિત પણ કરવામાં આવ્યો હતો.

Niraj Patel